જિલ્લા શિક્ષણના તાલીમ ભવન (GCERT) દ્વારા આયોજિત કલા ઉત્સવ 2024 અંતર્ગત સંગીત ગાયન સ્પર્ધામાં એક વિદ્યાર્થીએ બોટાદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું - At This Time

જિલ્લા શિક્ષણના તાલીમ ભવન (GCERT) દ્વારા આયોજિત કલા ઉત્સવ 2024 અંતર્ગત સંગીત ગાયન સ્પર્ધામાં એક વિદ્યાર્થીએ બોટાદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું


(અજય ચૌહાણ)
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન(GCERT) દ્વારા આયોજિત કલા ઉત્સવ 2024 અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ BRC ભવન બોટાદ ખાતે યોજાયેલ હતો. જેમાં સંગીત ગાયન સ્પર્ધામાં ઉચ્ચતર વિભાગમાં શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ નો વિદ્યાર્થી સાગઠીયા આશિષ મોહનભાઈ એ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જે બદલ શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે અને આગામી તારીખ 23-ડિસેમ્બર એ ઝોન કક્ષા ખાતેનો કલા-ઉત્સવ ભુજ ખાતે યોજનાર છે જેમાં આ વિદ્યાર્થી બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ રજૂ કરી બોટાદ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ પણ ગુંજતું કરે તેવી શાળાના ટ્રસ્ટી તેમજ સ્ટાફ ગણ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.