*જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુણ્યશ્લોક રાજમાતા અહિલ્યાબાઈ હોલકર વ્યાખ્યાન માળાનું આયોજન.* - At This Time

*જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુણ્યશ્લોક રાજમાતા અહિલ્યાબાઈ હોલકર વ્યાખ્યાન માળાનું આયોજન.*


*જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુણ્યશ્લોક રાજમાતા અહિલ્યાબાઈ હોલકર વ્યાખ્યાન માળાનું આયોજન.*

પૂણ્યશ્લોક અહિલ્યાબાઈના ઇતિહાસને ઉજાગર કરવામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધની મહત્વની ભૂમિકા, મંદિર નિર્માણનું કાર્ય ભારતીય પેઢીને ધાર્મિક અને જીવંત બનાવવાનું છે - સી.સી.શેઠ

જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર ત્રિ-શતાબ્દી જન્મ જયંતી નિમિત્તે વ્યાખ્યાનમાળાનું આયોજન થયું. જેમાં ૨૦૦ થી વધુ માતૃશક્તિની ઉપસ્થિતિ રહી. હિન્દુ પરંપરાઓ અને માન્યતાઓની આગળ વધારવા કાશી વિશ્વનાથ થી માંડી સપ્તપુરીના મંદિરોના નિર્માણ અને પુનરોદ્ધાર માટે કરેલા કાર્યોને સૌ એ યાદ કરી તેઓને અંજલી અર્પણ કરી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીલાબેન પટેલ, શ્રી સોસાયટી નગર વિકાસ મંડળના પ્રમુખ શ્રી સી.સી.શેઠ, મંત્રી શ્રી મધુકર ખમાર, કારોબારી સદસ્ય અતુલભાઇ દીક્ષિત, વાલી પ્રતિનિધિ માધવીબેન ભટ્ટ, આચાર્ય પ્રદીપભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમની શરૂઆતમાં આશ્વી શુક્લ દ્વારા શિવ તાંડવ રજૂ કરવામાં આવ્યું. મુખ્ય વક્તા તરીકે ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષક શ્રી બી.ડી. નાયી સાહેબે કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો. કાર્યક્રમનું સફળ સંચાલન ઉચ્ચતર માધ્યમિક શિક્ષિકા ફાલ્ગુનીબેન ભાવસાર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં સંયોજક મિતેષભાઈ ભટ્ટ, સુપરવાઇઝર જયાબેન જોશી, અંજલીબેન ચૌધરી, મનસ્વીબેન પટેલ, દિવ્યાબેન પ્રજાપતિ ના સંનિષ્ઠ પ્રયત્નો રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.