ટાટા સુમો ચાલકે પોલીસની પીસીઆર વાનને હડફેટે લીધી: રૂા.45 હજારનું નુકસાન - At This Time

ટાટા સુમો ચાલકે પોલીસની પીસીઆર વાનને હડફેટે લીધી: રૂા.45 હજારનું નુકસાન


ઘંટેશ્વર પરોઠા હાઉસ પાસે ટાટા સુમો ચાલકે પોલીસની પીસીઆર વાનને હડફેટે લેતાં રૂ.45 હજારનું નુકસાન થતાં ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે બંજરવાડી શેરી નં.5 માંરહેતા અને રાજકોટ પોલીસના એમ.ટી વિભાગમાં આઉસોર્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરનાર રાજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ રાણા(ઉ.વ 42) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ટાટા સુમો નં. જીજે 3 કેસી 3631 ના ચાલક પિયુષગીરી જનકગીરી ગૌસ્વામી(ઉ.વ 38),(રહે. શહીદ સુખદેવ ટાઉનશિપ બી-305 શીતલપાર્ક) નું નામ આપતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઇકાલે તેઓ પોતાની ફરજ પર હતા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પીસીઆર નં જીજે 3 જીએ 1722 લઇ પીસીઆર ઇન્ચાર્જ જગદીશભાઇ ધુસડીયા અને હોમગાર્ડ સમીર કુરેશી સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમિયાન 11:55 કલાકે તેઓ ઘંટેશ્વર પરોઠા હાઉસ પાસે પહોંચતા ફરિયાદીએ સાઇડ લાઇટ આપી યુ-ટર્ન લેતા માધાપર ચોકડી તરફથી એક ટાટા સુમો પૂરપાટ ઝડપે આવતી હોય તેણે પીસીઆર વાનને હડફેટે લેતા બોલેરો ડિવાડર સાથે અથડાઇ હતી.
બાદમાં નીચે ઉતરી જોતા ગાડીનું ડ્રાઇવર સાઇડનું આગળનું ટાયર ફાટી ગયું હોય બંપર, રેડીયેટર અને બોનેટમાં પણ નુકશાન થયું હતું. ટાટા સુમોનો ચાલક પણ અહીં જ ઉભો રહી હોય તેનું નામ પુછતા તેણે પોતાનું નામ પિયુષગીરી ગૌસ્વામી જણાવ્યું હતું. બાદમાં આ બાબતે ડ્રાઇવરે આરોપીએ પોતાનું વાહન પૂરપાટ ઝડપે ચલાવી પીસીઆર વાનને ઠોકરે લઇ રૂ. 45 હજારનું નુકશાન કર્યા અંગે આ ફરિયાદ નોંધવતા પોલીસે ટાટા સુમોના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.