નાડીવૈદ્યના યુગનો આખરી સિતારો અનંતની યાત્રાએ  સમગ્ર પંથક ભારે લોકચાહના ધરાવતા વૈદ્યરાજ પૂજ્ય વજુદાદાનો દેહ વિલય - At This Time

નાડીવૈદ્યના યુગનો આખરી સિતારો અનંતની યાત્રાએ  સમગ્ર પંથક ભારે લોકચાહના ધરાવતા વૈદ્યરાજ પૂજ્ય વજુદાદાનો દેહ વિલય


દામનગર નાં ધ્રુફણીયા ગામ નાં સહજ સ્વભાવ ધાર્મિક વૃત્તિ નાં પૂજ્ય વૈદ્યરાજ વજુદાદાનો દેહ વિલય મૃત્યુ મંગલ છે  ભગવાન સૌનુ ભલુ કરો ની ઉદત ભાવના એ દર્દી નારાયણ માટે ભગવાન શ્રી ધંવતરી નાં કૃપાપાત્ર કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન દીન, દુઃખીયા અને દર્દીનારાયણની સેવામાં વિતાવ્યુ છે એવા અઢારેય આલમના સુખ-દુઃખના સાથી, ધ્રુફણીયા ગામ અને સમસ્ત બ્રહ્મ સમાજના વડીલ, મુરબ્બી અને મોભી, પ્રાચિન ચિકિત્સા પધ્ધતિના પારંગત નાડીવૈદ્ય, પ્રસિધ્ધિ પ્રતિષ્ઠાથી પર રહીને જેમણે આયખાના અંત સુધી હજારો દર્દીઓને અસાધ્ય રોગોમાંથી મુકત કર્યા છે એવા ભગવાન ધનવંતરીના કૃપાપાત્ર વૈદ્યરાજ, આપણા સૌના પૂજનીય, વંદનીય પૂજ્ય વજુદાદા સમગ્ર પંથક માં પથદર્શક, પ્રેરણામૂર્તિ અને સંસ્કારતીર્થ એવા  વૃજલાલ મણીશંકર ભટ્ટ (વૈદ્યરાજ વજુદાદા) ઉ.વ.૯૫

નું તા.૧૮/૧૨/૨૦૨૪ ને બુધવારના રોજ પ્રાતઃ ૧૦  ૪૫ કલાકે પોતાની તંદુરસ્ત સુદીર્ઘ જીવનયાત્રા પૂર્ણ કરી પોતાના માદરે વતન ધુફણીયા મુકામે દેવલોક પામ્યા છે.નાડીવૈદ્યના યુગનો આખરી સિતારો અનંતની યાત્રાએ જતા તેમના પાર્થિવ દેહ અંતિમ દર્શન તા.૧૯/૧૨/૨૪ નાં ૨-૦૦ સુધી રાખેલ છે ધ્રુફણીયા નિવાસ થી સ્મશાન યાત્રા સદ્ગતના પાર્થિવ દેહના અંતિમ દર્શન તા.૧૯/૧૨/૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ સવારે ૭ : ૦૦ થી બપોરનાં ૨ : ૦૦ કલાક સુધી રાખેલ છે. બપોરના ૨ : ૧૫ કલાકે ધ્રુફણીયા નિવાસ સ્થાનેથી સદ્ગતની દિવ્ય વિદાયયાત્રા  માતુશ્રી ગં.સ્વ.રસિલાબા વજુલાલ ભટ્ટ પૂર્વ ઇજનેર લાઠી નગરપાલિકા ભરતભાઈ વૃજલાલ ભટ્ટ પાર્થ ભરતભાઇ ભટ્ટ કિશોરભાઈ વૃજલાલ ભટ્ટ મિલન કિશોરભાઇ ભટ્ટ અલ્પેશભાઇ વૃજલાલ ભટ્ટ કૃણાલ કિશોરભાઈ ભટ્ટ પરિવાર ધ્રુફણીયા તા લાઠી જી અમરેલી 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.