તંત્ર ની બેદરકારી કે લાલચે મોઢે આવેલ કોળિયો ઝુટવાય રહ્યો છે. ગરીબ પરિવારો ને ઘર નું ઘર આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના ની. દરખાસ્ત પાંચ વર્ષ ના લાંબા તુમાર બાદ પરત કરતા લાભાર્થી ઓમાં નારાજગી
દામનગર શહેરી વિકાસ વિભાગ ની "ડ" વર્ગ ધરાવતી નગરપાલિકા માં વર્ષ ૨૦૧૯ માં ૧૫૦ જેટલા ગરીબ પરિવારો એ પધાન મંત્રી આવાસ યોજના મેનેજર સમક્ષ ઘર ના ઘર ની ઉજળી આશા માં પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મેળવવા ખૂબ ખર્ચ કરી દરખાસ્તો કરી પાલિકા તંત્ર એ પાંચ વર્ષ સુધી પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો માં અભિપ્રાય ન આપતા આવક દાખલા ઓની મર્યાદા પૂર્ણ થતાં અરજદારો નવા આવક ના દાખલા ઓ લઈ આવતા પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો પરત કરાય રહી છે ઓન લાઇન દરખાસ્ત કરો ની સૂફીયાણી સલાહ અપાય રહી છે
ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ પ્રધાન મંત્રી આવાસ યોજના નું ઘડતર ખૂબ પુખ્ત વિચારણા ના અંતે કરાય છે ગરીબ પરિવારો ઉપકારક યોજના માં વચેટીયા નાબૂદ કરતી સિસ્ટમ થી કોઈ પણ કમ્પ્લીશન વગર ઓનલાઇન ફોટો અપડેટ ઉપર આગળ ના હપ્તા ની ચુકવણી નું પ્લેટફોર્મ ધરાવતી યોજના માં પાલિકા તંત્ર એ અભિપ્રાય આપવા માં પાંચ વર્ષ નો સમય કેમ લીધો ? લાભાર્થી ઓનો સંપર્ક કરતા ઇજનેરે રેકર્ડ જોઈ ને આપવાનો હોય કે લાભાર્થી પરિવાર જોઈ ને ? સરકાર દ્વારા નીતિ વિષયક સહાય માટે વર્તમાન વર્ષ ની આવક ધ્યાને લેવાની હોય છે તેવું પાલિકા તંત્ર જાણતા હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્તો માં જોડાયેલ આવક દાખલા વર્ષ ૨૦૧૯ ના છે
પાલિકા તંત્ર ની ગંભીર ભૂલ નો ભોગ ગરીબ પરિવારો કેમ બનાવાય રહ્યા છે પાંચ વર્ષ જેટલો લાંબો "તુમાર" પાલિકા તંત્ર દ્વારા કરાયેલ હોય તેના સરળીકરણ માટે આવક દાખલા રીન્યુ કરવા ધારાસભ્ય અને સાંસદ સભ્યે ગરીબ પરિવારો ની વ્હારે આવવું જોઈ એ સારી યોજના નો અધકચરો અમલ અને અમલ થી બદનામ કરતા તંત્ર સામે કાર્યલોપ હેઠળ કાર્યવાહી કરવી જોઈ એ પાંચ વર્ષ સુધી પાલિકા ના ચીફ ઓફિસર અને ઇજનેરે શુ કર્યું ? પ્રધાન મંત્રી આવાસ ની દરખાસ્ત માં અભિપ્રાય કેમ ન આપ્યા ? શુ અપેક્ષા હતી તંત્ર ની ? હવે પાંચ વર્ષે પછી લાભાર્થી ઓને પ્રધાન મંત્રી આવાસ ની દરખાસ્ત પરત કરી ઓન લાઇન કરવા પરત કરવાની સલાહ નું કારણ શું ? આવા અનેક સવાલો સાથે ટટળતા ગરીબ પરિવારો કરી રહ્યા છે કોઈપણ સરકારી કામો માટે નાગરિક અધિકાર પત્ર થી કાર્ય નિકાલ સમય મર્યાદા ઓ નિર્દિષ્ટ કરાયેલ છે તેમ છતાં વર્ષ ૨૦૧૯ થી ૧૫૦ ગરીબ પરિવારો ની દરખાસ્ત અભિપ્રાય માટે કેમ પડી રહેવા દેવાઈ ? તંત્ર સામે કાર્યલોપ ખુલાસો મંગાશે ? ભારે લાચારી વશ ઘર ના ઘર ની પ્રતીક્ષા ગરીબ પરિવારો ને ઘર નું ઘર મળે તે માટે તંત્ર એ હકારાત્મક અભિગમ થી પાલિકા તંત્ર દ્વારા થયેલ બિન જરૂરી તુમાર માં સરળીકરણ કરી રાહત રૂપ બનવું જોઈ ટલ્લે ચડેલ ગરીબ પરિવારો ની મદદે ધારા સભ્ય અને સાંસદ સભ્યે અંગત રસ લઈ યોગ્ય કાર્યવાહી કરવા બુલંદ માંગ ઉઠી રહી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.