ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ડૂબી, 3નાં મોત:66નું રેસ્ક્યૂ; મધદરિયે સ્પીડ બોટે ટક્કર મારી, નૌકાદળની 11 બોટ, 4 હેલિકોપ્ટર રેસ્ક્યુમાં લાગ્યા - At This Time

ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ડૂબી, 3નાં મોત:66નું રેસ્ક્યૂ; મધદરિયે સ્પીડ બોટે ટક્કર મારી, નૌકાદળની 11 બોટ, 4 હેલિકોપ્ટર રેસ્ક્યુમાં લાગ્યા


મહારાષ્ટ્રના મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ડૂબી ગઈ. બોટમાં 80 મુસાફર સવાર હતા, જેમાંથી 3 લોકોનાં મોત થયાં છે. લગભગ 66 લોકોને બચાવી લેવાયા છે, બાકીના ગુમ છે. બોટ-માલિકનો આરોપ છે કે બોટ મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ જઈ રહી હતી ત્યારે અરબી સમુદ્રમાં બુચર આઈલેન્ડ નજીક નેવી પેટ્રોલિંગ સ્પીડ બોટ સાથે અથડાઈ હતી, જેના કારણે બોટમાં પાણી ભરાઈ ગયું હતું અને એ ડૂબી ગઈ હતી. નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT), કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. 4 હેલિકોપ્ટર પણ બચાવકાર્યમાં લાગેલાં છે. મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયા પર પાછા લાવવામાં આવી રહ્યા છે. નૌકાદળની 11 બોટ, 4 હેલિકોપ્ટર બચાવ કાર્યમાં લાગ્યા
માહિતી અનુસાર, નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT), કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. નેવીની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ આ વિસ્તારમાં છે. 4 હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે. મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયા પર પાછા લાવવામાં આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.