બાલાસીનોર ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી. - At This Time

બાલાસીનોર ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.


પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.પી.એમ.મકવાણા, પો.સ.ઈ.કે.સી.સિસોદીયા તથા સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.તે
દરમ્યાન પો.સ.ઇ.કે.સી.સિસોદીયા સાહેબ નાઓને માહિતી મળેલ કે બાલાસીનોર ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૧૨૪૦૦૪૨/૨૦૨૪ પ્રોહી એક્ટ ૬પએ, ઇ,૮૧,૧૧૬બી,૯૮(૨) મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી સમીરભાઇ ઉર્ફે સોમા બાબુભાઇ પિતામ્બરભાઇ મહેરા રહે બાલાસીનોર જી-મહિસાગરનાનો લુણાવાડા ખાતે આવાનો છે તેવી ચોક્કસ માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો વોચમાં રહીને ઉપરોકત કામના આરોપીને લુણાવાડા ખાતેથી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા બાલાસીનોર ટાઉન પો.સ્ટે. સોપવામાં આવેલ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.