મધવાસ અને સજ્જનપુર ગામે ખેતરમાંથી ચોરાયેલ ડાંગરનો ભેદ ઉકલતી મહીસાગર એલ.સી.બી પોલીસ - At This Time

મધવાસ અને સજ્જનપુર ગામે ખેતરમાંથી ચોરાયેલ ડાંગરનો ભેદ ઉકલતી મહીસાગર એલ.સી.બી પોલીસ


મહીસાગર જીલ્લામાં એલ.સી.બી પોલીસને એક મોટી સફળતા મળી હતી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી અંન્સારી તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના આપેલ અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવેલ તથા મિલકત સંબંધી બનેલ શોધાયેલા ગુનાઓને શોધવા તથા બનતા અટકાવવા સારું ખાનગી બાતમીદારો રોકેલ તથા ટેકનિકલ સોસની મદદ લીધેલ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધવાસ અને સજનપુર ગામમાં ડાગર ચોરીના ત્રણ બનાવ બનેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે ખાટનાઓને મળેલ ચોક્કસ માહિતીના આધારે મહીસાગર એલ.સી.બી પોલીસે રૂ. ૫૦,૮૪૭/-ની કિંમતની ડાંગર તથા ચોરી માટે ઉપયોગમાં લીધેલ પીકઅપ વાહન મળી કુલ રૂ ૦૫,૬૦,૮૪૭/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને મહીસાગર એલ.સી.બી પોલીસે ઝડપી પાડયા હતા અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓના નામ-

(૧) બાબુભાઇ લાડુભાઇ મછાર રહેવાસી.ગામ તેજાકુંઇ મછાર ફળીયું તા.ખાનપુર જી.મહીસાગર

(૨) સુનીલકુમાર ઇક્ષ્મણભાઇ વાદી રહે. મધવાસ તા.લુણાવાડા, જી.મહીસાગર

(૩) કલ્પેશ કુમાર લુજાભાઇ વાદી રહે. વડાગામ. તા.ખાનપુર જી.મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.