કોંગ્રેસે કહ્યું- બંધારણ ગ્રંથ છે તો આંબેડકર ભગવાન:મોદીએ કહ્યું- કોંગ્રેસ હવે નાટક કરી રહી છે, નહેરુએ તેમના વિરુદ્ધ પ્રચાર કર્યો, ભારત રત્ન પણ ન આપ્યો
અમિત શાહની સંસદમાં આંબેડકર પર ટિપ્પણીને લઈને કોંગ્રેસે કહ્યું હતું કે શાહે આંબેડકરનું અપમાન કર્યું. કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજાએ કહ્યું હતું કે જો સંવિધાન ગ્રંથ છે તો આંબેડકર ભગવાન છે. કોંગ્રેસે શાહના રાજીનામાની માગ કરી છે. આ નિવેદનો પછી આજે, એટલે કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને જવાબ આપ્યો. મોદીએ X પર 5 પોસ્ટ કરી છે. વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસ હવે આંબેડકર પર નાટક કરી રહી છે. પંડિત નહેરુએ ચૂંટણીમાં આંબેડકર વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. તેમણે ભારત રત્ન આપવાની કોંગ્રેસે ના પાડી હતી. SC-ST પર સૌથી વધારે નરસંહાર કોંગ્રેસના શાસનકાળમાં થયા છે, જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે... અત્યારે એક ફેશન બની ગઈ છે. આંબેડકર...આંબેડકર...આટલું નામ ભગવાનનું લે તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાય. PM મોદીએ કહ્યું- કોંગ્રેસે આંબેડકરની વિરાસત ખતમ કરવાની ગંદી ચાલ ચલી મોદીએ કહ્યું, જો કોંગ્રેસ અને તેની સડેલી ઇકોસિસ્ટમને એવું લાગે છે કે તેઓ ખોટું બોલીને તેમનાં જ કુકર્મોને સંતાડી શકે છે તો તેમની આ ગેરસમજ છે. ભારતના લોકોએ સતત જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ ધરાવતી પાર્ટીએ ડો. આંબેડકરની વિરાસતને ખતમ કરવાની અને SC/ST સમુદાયોને અપમાનિત કરવા માટે ગંદી ચાલ ચાલી છે. શાહે આંબેડકરનું અપમાન કરીને અને ST/SC સમુદાયોની અદેખાઈ કરીને કોંગ્રેસના કાળા ઇતિહાસને ઉજાગર કર્યો. આ જ કારણ છે કે કોંગ્રેસ હવે નાટક કરી રહી છે, પરંતુ લોકો હકીકત જાણે છે. કોંગ્રેસ ભલે ગમે તેટલી કોશિશ કરી લે, પરંતુ તેઓ આ વાતને નકારી શકશે નહીં કે ST/SC સમુદાયો વિરુદ્ધ સૌથી ભયાનક નરસંહાર તેમના શાસનમાં થયો છે. કોંગ્રેસનાં 5 નિવેદન, શાહની ટિપ્પણીને આંબેડકરનું અપમાન ગણાવ્યું મલ્લિકાર્જુન ખડગેઃ ભાજપ અને RSS તિરંગા વિરુદ્ધ હતા. તેમના પૂર્વજોએ અશોકચક્રનો વિરોધ કર્યો. ખડગેએ કહ્યું હતું કે સંઘ પરિવારના લોકો પહેલા દિવસથી ભારતના બંધારણની જગ્યાએ મનુસ્મૃતિને લાગુ કરવા ઇચ્છતા હતા. આંબેડકરે એવું થવા દીધું નહીં. જયરામ રમેશઃ શાહે એના માટે દેશની માફી માગવી જોઈએ. નફરત એટલી છે કે તેઓ આંબેડકરના નામથી પણ ચિડાય જાય છે. આ તે જ લોકો છે, જેમના પૂર્વજોએ બાબા સાહેબના પૂતળાં બાળ્યાં હતાં. ડો. આંબેડકર ભગવાન સમાન છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલું બંધારણ દુનિયાભરના કરોડો લોકો માટે પવિત્ર ગ્રંથ છે. કેસી વેણુગોપાલઃ ડો. આંબેડકર પ્રત્યે ભાજપની નફરત હંમેશાંથી જગજાહેર હતી. ગૃહમંત્રીનાં નિવેદનોથી એ પણ સાબિત થઈ ગયું કે તેઓ ડો. આંબેડકરને કેટલી નફરત કરે છે. મનુસ્મૃતિના ઉપાસકોનાં મનમાં આંબેડકર પ્રત્યે હંમેશાં નફરત રહેશે, જેમણે જાતિવાદી RSSને નામંજૂર કરી દીધું હતું. ગૌરવ ગોગઈઃ મને લાગે છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ આંબેડકર વિશે ખૂબ જ અપમાનજનક રીતે વાત કરી છે, જે દર્શાવે છે કે શાહ ડો. આંબેડકરનું સન્માન કરતા નથી. ઇમરાન મસૂદઃ ગઈકાલે અમિત શાહે આપત્તિજનક નિવેદન આપ્યું. હું હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈપણની ભક્તિને ઠેસ ન પહોંચાડવી જોઈએ. આંબેડકરે દેશના વંચિત વર્ગને અધિકાર અપાવ્યો. તેમણે બંધારણ સ્વરૂપે આપણને એક સુરક્ષાકવચ આપ્યું. ભાજપે કહ્યું- કોંગ્રેસના પેટમાં દુખાવે કેમ? કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- કોંગ્રેસે ક્યારેય ડો. ભીમરાવ આંબેડકરજીનું સન્માન કર્યું નથી, તેમને હંમેશાં નીચા દર્શાવવાની કોશિશ કરી. ગઈકાલે સદનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર અને દલિત સમાજ પ્રત્યે પોતાની વાત રાખી તો કોંગ્રેસના પેટમાં દુખાવો શરૂ થઈ ગયો. શિવરાજ સિંહે કહ્યું- કોંગ્રેસની હકીકત હવે દેશ જાણી રહ્યો છે એટલે કોંગ્રેસ ભયભીત થઈ રહી છે. તેને ચિંતા થઈ રહી છે કે તેની પાસે રહેલી થોડીઘણી જમીન પણ છીનવાઈ જઈ શકે છે. કોંગ્રેસ જવાબ આપે, રાહુલજી, સોનિયાજી અને ખડગેજી જવાબ આપો. તેમણે બાબાસાહેબ અને તેમની ભાવનાઓનું સન્માન કર્યું? શાહના આંબેડકર પર નિવેદન વિરુદ્ધ સંસદમાં પ્રદર્શન બુધવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન આંબેડકરના અપમાનને લઈને લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં હોબાળો થયો હતો. ગૃહમંત્રીના નિવેદન સામે કોંગ્રેસના સાંસદોએ સંસદના ગેટ પર પ્રદર્શન કર્યું હતું, જેમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.