ડિફેન્સ કોરિડોર રાજકોટમાં બનાવવા એન્જિનિયરિંગ એશોસિએશનની માગ; ડિફેન્સ હબ કેવી રીતે બનાવી શકે તે માટે જાણકારી અપાઇ - At This Time

ડિફેન્સ કોરિડોર રાજકોટમાં બનાવવા એન્જિનિયરિંગ એશોસિએશનની માગ; ડિફેન્સ હબ કેવી રીતે બનાવી શકે તે માટે જાણકારી અપાઇ


MSMEનું હબ રાજકોટ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં આજે વિશ્વભરમાં જાણીતું શહેર છે. જેને હવે ડિફેન્સ હબ તરફ આગળ વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે આજે MSME ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના ડિફેન્સ પ્રોડક્શન વિભાગ તેમજ PHDCCIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રાજકોટના ઉદ્યોગકારોને ડિફેન્સમાં કેવી રીતે વધુ સારો ગ્રોથ કરી શકાય તે માટે માર્ગદર્શન આપતું કોન્ક્લેવ યોજાયું હતું. જેમાં ખાસ ડિફેન્સ પ્રોડક્શન વિભાગના OSD લોકેશકુમાર શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને ડિફેન્સ ક્ષેત્ર અંગે જાણકારી આપી હતી. જેમણે ઓટોમોબાઇલ ક્ષેત્રનું હબ રાજકોટ હવે ડિફેન્સ હબ પણ બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા સરકાર પાસે ખાસ ગુજરાત રાજ્યમાં ડિફેન્સ કોરિડોર રાજકોટમાં ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.