મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને બાલાસિનોર નગરપાલિકા કામોની સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષ સ્થાને બાલાસિનોર નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૨૦૪૭ વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હવે ગામડા,શહેર, નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ખૂટતી કડી પૂર્ણ કરી ગુજરાતને વિકાસની નવી ઉચાઈએ લઈ જવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
બેઠકમાં પાણી, રોડ- રસ્તા, ગટર અને આવાસ યોજના જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા આ પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવા મંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા.આ બેઠકમાં બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીએ મંત્રીશ્રીને નગરપાલિકા વિસ્તારના ચાલતા વિવિધ કામોથી માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં પૂર્વ પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, અગ્રણી શ્રી દશરથભાઇ, પ્રાંત અધિકારીશ્રી હિરેન ચૌહાણ સહિત અધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.