યુવતીને ફ્લેટ રહેવા આપી લગ્નની લાલચે દુષ્કર્મ, મહિલાને ઘરે ઢસડી જઈ દેહ ચૂંથી મારમાર્યો - At This Time

યુવતીને ફ્લેટ રહેવા આપી લગ્નની લાલચે દુષ્કર્મ, મહિલાને ઘરે ઢસડી જઈ દેહ ચૂંથી મારમાર્યો


બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોક પાસે આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતી અને મૂળ જમખંભાળિયા પંથકની વતની 32 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધર્મરાજસિંહ હેતુભા જાડેજા (રહે. શીતલપાર્ક) નું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ત્યાં છેલ્લા ત્રણેક મહીનાથી અને તે એપાર્ટમેન્ટમા છેલ્લા સાતેક વર્ષથી રહી ઘરકામ કરે છે. બે વર્ષ પહેલા તા.16/10/2022 થી ઇન્સ્ટાગ્રામ મારફત ધર્મરાજસિંહ જાડેજા સંપર્કમાં આવેલ હતો.
બાદ બંન્ને વચ્ચે નંબરની આપ-લે થયેલ અને બન્ને વચ્ચે ફોનમા વાત ચિત શરૂ થયેલ હતી. તે દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ હતા. બન્ને અવાર નવાર એકબીજાને રૂબરૂ મળતા હતા. ત્યારે બન્નેની વાતચિત દરમ્યાન ધર્મરાજસિંહે કહેલ કે, તેમના લગ્ન થઈ ગયેલ છે. પરંતુ ત્યાથી તેમનુ છુટુ થઈ જશે ત્યારબાદ તે તેણી સાથે લગ્ન કરશે બાદમાં બન્ને અલગ અલગ જગ્યાએ દ્વારકા, કબરાઉ, સરધાર વગેરે સ્થળે ફરવા સાથે ગયેલ હતા.
આરોપીએ તેણી સાથે પાડેલા ફોટા તેણી પાસે છે. તેમણે કહેલ કે, જયા સુધી તેમનું છુટુ ન થઈ જાય ત્યા સુધી તેમના ફલેટમાં રહેવાનુ જણાવેલ હતું. જેથી તેણી ત્યા તેના ફલેટ નં 302 માં રહેતી હતી. તે પણ મારી સાથે રહેતો હતો. તેણીને લગ્ન કરવાનુ કહી યુવતી ફ્લેટમા અનેકવાર શરીર સંબંધ બાંધેલ હતા.
દરમ્યાન તેણીએ આરોપીને મકાન લેવા માટે રૂ. 5 લાખ ગુગલ-પે થી આપેલ છે. બાદ બન્ને વચ્ચેના પ્રેમ સબંધ બાબતે આરોપીના ઘરે ખબર પડી જતા તેમણે તેણી સાથે સંબંધ ધીમે ધીમે ઓછો કરી નાખેલ હતો. છેલ્લે દોઢેક માસ પહેલા તા.20 /10/2024 ના તેણી સાથે આરોપીએ ફ્લેટમાં શરીર સબંધ બાંધેલ હતો. બાદ તે અને તેના ઘરના સભ્યો ત્રણેક મહીના પહેલા તેણી જ્યાં આરોપીના ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ ખાલી કરાવવા માટે આવેલ હતા, અને ફ્લેટ ખાલી કરવાનું કહેલ હતુ.
ત્યારથી તેમણે તેણી સાથે સંબંધ પુરો કરી નાખેલ હતો. ફરીયાદી સાથે બે વર્ષ સુધી લગ્ન કરવાનુ કહી અવારનવાર શરીર સંબંધ બાંધી શારીરીક શોષણ કરેલ હતુ. હાલ તે તેણીના ફોન પણ ઉપાડતો નથી. જેથી કંટાળીને ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.