ગોપાલ નમકીનમાં પ્રોડક્શન અટકાવી દેવા આદેશ
ઔદ્યોગિક સલામતી વિભાગની કચેરી તપાસ- કાર્યવાહી માટે એફ.એસ.એલ.ના રિપોર્ટની રાહ જોશે – સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ
મહત્ત્વનો બની રહેશે .શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન
બેદરકારી સાબિત થશે તો 2 વર્ષ જેલની સજા
સામાન્ય રીતે ફેક્ટરી એક્ટ મુજબ દરેક નાના-મોટા એકમોમાં નિયમિત તપાસ કરવામાં આવે છે.જ્યાં બેદરકારી માલૂમ પડે તેવા કેસમાં ૨ વર્ષની જેલની સજા અથવા તો રૂ.૧ લાખ સુધીનો દંડ અથવા તો બન્ને થતા હોય છે. રાજકોટના ઔદ્યોગિક એકમોમાં બુધવારે વીજકાપ હોવાને કારણે તે દિવસે
મશીનરી અને કામકાજ બંધ રાખવામાં આવે છે. આથી, મશીન વિભાગમાં કામ કરતાં કર્મચારીઓની રજા હોય છે, પરંતુ ગોપાલ નમકીનમાં આગ લાગી ત્યારે બુધવાર હતો અને કેટલાક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આથી નિયમ મુજબ બુધવારના દિવસે ફેક્ટરી ચાલુ રાખી શકાય કે કેમ? તેના સવાલમાં
ઔદ્યોગિક સલામતી કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણીવાર ઔદ્યોગિક એકમો રજા માટે અલ્ટરનેટિવ દિવસ પસંદ કરતા હોય છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.