એલસીબીએ ૨૧ લોકોને ખોવાયેલ મોબાઇલ શોધી આપ્યાં
એલસીબીએ ૨૧ લોકોને ખોવાયેલ મોબાઇલ શોધી આપ્યાં
ચોરી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસ સ્ટેશનમાં રીકવર કે કબજે કરવામાં આવતો મુદ્દામાલ મુળ માલિકોને પરત મેળવવા સમય અને શક્તિનો વ્યય ન કરવો પડે તે માટે ગુજરાત સરકારીશ્રી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવેલ છે.જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ’તેરા અર્પણ’’ કાર્યક્રમ અન્વયે નામ.કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલિકોને પોતાની વસ્તુ પરત મળી રહે તે માટે કાર્યવાહી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ. ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા મુળ માલિકને પોતાનો કિંમતી મુદ્દામાલ ઝડપથી મળી રહે તે અન્વયે તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમનું આયોજન કરવા સુચના આપવામાં આવેલ હોય, પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામા બનતા મિલ્કત સબંધી ગુનાઓને શોધી કાઢી, આરોપીઓને પકડી પાડી, ચોરી લુંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર થાય અને આ મુદ્દામાલ મુળ માલિકને ઝડપથી પરત મળી રહે તે માટેે ’તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી, મુળ માલીકોને મુદ્દામાલ સોંપી આપવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ તેથી એલ.સી.બી. અમરેલી પો.ઇન્સ. એ.એમ.પટેલ દ્વારા જિલ્લામાં ખોવાયેલ મોબાઇલ ફોન અંગે મળેલ રજુઆતો/અરજીઓ અન્વયે કાર્યવાહી કરી, અરજદારોના મોબાઇલ ફોન શોધી કાઢી. તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમનું અમરેલી એલ.સી.બી. કચેરી ખાતે આયોજન કરી, 21 અરજદાર/મુળ માલિકને તેમના મોબાઇલ ફોન કુલ કિ.રૂ.2,93,449/- ના પરત કરવામાં આવેલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાટની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ. સી. બી. પોલીસ ઇન્સ.એ. એમ. પટેલ તથા પો.સ.ઈ. એમ.બી. ગોહિલ તથા પો.સ.ઈ. એસ.આર. ગોહિલ તથા પો.સ.ઈ.સુ. કે.એમ.પરમાર તથા એલ. સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.