બાલાસિનોર ના હાંડિયા રોડ ઉપર ટેમ્પાની ટક્કરથી બાઈક ચાલકનું મોત - At This Time

બાલાસિનોર ના હાંડિયા રોડ ઉપર ટેમ્પાની ટક્કરથી બાઈક ચાલકનું મોત


બાલાસિનોર ના હાંડિયા રોડ ઉપર ટેમ્પાની ટક્કરથી બાઈક ચાલકનું મોત

બેફામ રીતે આવતા ટેમ્પાની ટક્કરથી યુવકનું બનાવ સ્થળે જ મોત નીપજ્યુ

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના હાંડિયા રોડ ઉપર ટેમ્પો ની ટક્કરથી બાઇક ચાલક યુવકનું મોત થયું હતું અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતો સ્થળ ઉપર જ દમ તોડ્યો હતો. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાલાસિનોર તાલુકાના હાંડિયા રોડ ઉપર મહેશભાઈ ગોકળભાઈ પરમાર મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા આ યુવક જેસીબીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય લઈને નોકરી જવા નીકળ્યો હતો તે સમયે આઇસર ટેમ્પો નંબર જી.જે.૦૬.બી.એક્સ.૭૦૭૫ના ચાલે કે મોટરસાયકલ ઉપર જઈ રહેલા યુવકને ટક્કર મારી દીધી હતી આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર યુવકને જીવલેણ ઇજાઓ થઈ હતી અને સ્થળ ઉપર જ તેનું મોત થયું હતું. માર્ગ ઉપર ધડાકા અકસ્માત થતો લોકો દોડી આવ્યા હતા. આ સમયે આઇસર ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. અકસ્માત મામલે સુરેશભાઈ સનાભાઇ પરમાર બાલાસિનોર પોલીસ સ્ટેશન ગુનો નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.