વોટ્સએપ ગ્રુપમાં યુ-ટયુબરનો વીડિયો પોસ્ટ કર્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈને જાનથી મારવાની ધમકી આપી
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ખાનગી કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરતાં યુવાને કોલેજના ગ્રુપમાં યુ-ટયુબર ધ્રુવ રાઠીનો ધરતીના જન્મને લગતો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેની આ પોસ્ટ પર બીજા વિદ્યાર્થીઓએ ટીપ્પણીઓ કરી માર મારવાની, અપહરણ કરવાની અને જાનથી મારી નાખવા અંગે ધમકી આપી હતી. આ મામલે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.