રોજ બે હાઇટેક બસ ઉપડશે, 1371 રૂપિયા ભાડું, ભૂજ માટે પણ 3 નવી વોલ્વો શરૂ
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને વધુ 5 અત્યાધુનિક એસી વોલ્વો બસ ફાળવવામાં આવતા તેનું આજે ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. વોલ્વોની 15 આધુનિક વોલ્વો બસ હવે અમદાવાદ અને વડોદરા ઉપરાંત ભુજ અને નાથદ્વારા માટે પણ દૈનિક દોડાવવામાં આવશે. 47 સિટિંગ કેપેસિટીની આરામદાયક પુશ બેકસીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસીલીટી, ફાયર સેફ્ટી માટે અધ્યતન સ્પ્રીન્કલ સિસ્ટમની સાથે સ્મોક ડિટેક્ટર અલાર્મ સહિતની સુવિધા સાથેની રૂ.1.40 કરોડની બસમાં વિમાનની માફક સુવિધા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.