10 વર્ષમાં પ્રથમ વખત રાજકોટવાસીઓએ શીતલહેર અનુભવી; સિઝનની સૌથી વધુ ઠંડી નલિયા બાદ રાજકોટમાં નોંધાઈ
ગુજરાત રાજ્યના વર્ષ 2024-25માં શિયાળાની ઠંડી ભુક્કા બોલાવી રહી છે અને ગત વર્ષે જે ઓછી ઠંડી નોંધાઈ હતી. તેને સરભર કરવા જાણે કે ઠંડીએ નક્કી જ કરી લીધું હોય તે પ્રકારે હાર્ડ થીજવતી ઠંડી પડી રહી છે, પરંતુ આ વર્ષની ઠંડીમાં આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં રાજકોટમાં સામાન્ય ઠંડી રહેતી હોય છે તેને બદલે આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડી રાજકોટવાસીઓ અનુભવી રહ્યાં છે.
ગુજરાતના નલિયા અને ડીસામાં કોલ્ડવેવની અસર સામાન્ય છે, પરંતુ આ વર્ષે જે પ્રકારે રાજકોટમાં પણ બે દિવસ દરમિયાન કોલ્ડવેવની અસર રહી હતી. તે વાતાવરણમાં બદલાવની નિશાની છે. સામાન્ય રીતે હવામાન વિભાગ દ્વારા એક ચોક્કસ તાપમાન નક્કી કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષ 1999થી વર્ષ 2020 સુધીના દર વર્ષના તાપમાનનું અવલોકન કરીને એક ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ જો ગુજરાત રાજ્યના કોઈપણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન નક્કી કરવામાં આવેલા ચોક્કસ સામાન્ય તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાય અને આ સ્થિતિ સતત બે દિવસ સુધી રહે તથા લઘુતમ તાપમાન તે વિસ્તારમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાય, આ ઉપરાંત રાજ્યના બે વિસ્તારમાં સમાન સ્થિતિ હોય તો તે વિસ્તારમાં કોલ્ડવેવ જાહેર કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.