રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં નવા ૩૦૧ સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં નવા ૩૦૧ સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા.


રાજકોટ શહેર તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી પ્રભાદેવી.જે.નારાયણ પુસ્તકાલય શિક્ષણ સમિતિ કેમ્પસ, કરણપરા ચોક, શ્રી દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, વોર્ડનં.૨ ની વોર્ડ ઓફિસની બાજુમાં શ્રોફ રોડ, શ્રી બાબુભાઈ વૈધ લાયબ્રેરી, બાપા સીતારામ ચોકની બાજુમાં, પેરેડાઇઝ હોલ સામે, ડો.બાબાસાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડન, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી  યુનિટ ૧ તથા ૨, મહિલા વાચનાલય, મહિલા એકટીવિટી સેન્ટર, નાનામાવા, ચાણકય લાઈબ્રેરી, ગોવિદબાગ શાકમાર્કેટ સામે, ઈસ્ટ ઝોન, માં એક માસ દરમ્યાન કુલ.૩૯,૮૬૮ મુલાકાતીઓ એ લાભ લીધેલ હતો. આ એક માસ દરમ્યાન ૩૦૧ નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે  વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ.૭૫૦ પુસ્તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૧૦૦ જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે ઈશ્યુમાં મુકવામાં આવેલા છે. નવેમ્બર માંસ દરમ્યાન ૯૭૪ મેગેઝીન ની વાંચકો માટે ખરીદી કરવામાં આવેલ. આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.