વેપારી સહિત બે શખ્સો જુગાર રમતાં ઝડપાયા - At This Time

વેપારી સહિત બે શખ્સો જુગાર રમતાં ઝડપાયા


શહેરમાં ક્રિકેટ આઈડી ફરી સક્રિય થઈ હોય તેમ વેપારી સહિત બે શખ્સો ઓનલાઇન જુગાર રમતાં ઝડપાયા હતાં. એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે રૈયા રોડ પરથી કાસીમ ઓનલાઇન લિંક પર અને ધર્મેશ વ્યાસ ઓનલાઈન આઈડી પર જુગાર રમતો ઝડપી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્ર વાધિયાને રૈયા રોડ પર સુભાષનગર શેરી નં.12 ના ખુણે રોડ ઉપર એક શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં આઇડી મારફતે ક્રિકેટ મેચમાં રનફેરના સોદાઓ કરી પૈસાની હાર-જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી બાતમીના સ્થળે હાજર શખ્સની અટક કરી તેનું નામ પૂછતાં કાસીમ દિલાવર હાલા (ઉ.વ.33),( રહે. રૈયા રોડ સુભાષનગર શેરી નં.12) જણાવ્યું હતું.
તેમના મોબાઈલમાં તપાસ કરતાં CBTF USDT100 નામની આઇ.ડી. ઓન સ્કીન જોવામાં આવેલ જેમાં બીગબેશ લીગની મેચમાં સેશન્સનો રૂ.50 હજારનો સોદો કરેલ હોવાનુ તેમજ ડીપોઝીટ રૂ.2.50 લાખ અને આઈડી કાસીમ 470 જોવામાં આવેલ હતી. જે બાબતે પૂછતાં તેને આઈડી ઓનલાઇન લીધેલ હોવાનુ જણાવેલ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી રૂ.10 હજારનો મોબાઈલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોરની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ધર્મેશ છેલશંકર વ્યાસ આઝાદ ચોકમાં નોનવેજના રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં રોડ ઉપર પોતાની પાસે રહેલ મોબાઇલ ફોનમાં રહેલ આઈ.ડી. દ્વારા ક્રિકેટની ચાલુ મેચમાં સોદા લગાવી ઓનલાઈન જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી હાજર શખ્સને દબોચી તેનું નામ પૂછતા ધર્મેશ છેલશંકર (ઉ.વ.33),(રહે. શીતાજી ટાઉનશીપ, સી-બીંગ, ફલેટ નં.306 સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ જીવરાજ પાર્ક) હોવાનું જણાવેલ હતું. તેમના હાથમાં રહેલ મોબાઇલ ફોન જોતા સ્કીન ઉપર RADHE EXCHANGE નામની આઇ.ડી. ખુલી હોય જેમાં મહિલા ક્રિકેટનો ઇન્ડિયા-વેસ્ટેન્ડીઝના મેચનો લાઇવ સ્કોર જોવા મળેલ હતો. જેમાં તે મેચમાં અલગ-અલગ રકમના સોદા લગાવી ઓનલાઇન જુગાર રમતો હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.