રાજકોટ સરસ્વતી વિદ્યોતેજક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કેમ્પનું આયોજન. - At This Time

રાજકોટ સરસ્વતી વિદ્યોતેજક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કેમ્પનું આયોજન.


રાજકોટ શહેર તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર સરસ્વતી વિદ્યોતેજક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાલાડેડી ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે કેમ્પનું આયોજન તા.૧૫ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન કરવામાં આવેલું હતું, આ કેમ્પમાં ગોલ્ડ મેડાલિસ્ટ ડો.મહેશ ચાવડા એ સેવા આપેલ હતી, અને કમર, ગોઠણ અને સાંધાના દુઃખાવા ની સારવાર માટે ૩૫ જેટલા દર્દીઓએ આ નિઃશુલ્ક સારવારનો લાભ લીધેલો હતો, આ તકે પ્રમુખ ભાવેશભાઈ વાઘેલાએ ડો.મહેશ ચાવડા નો આભાર વ્યક્ત કરેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે સાગરભાઈ અને અજયભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી. આ ટ્રસ્ટ ને સારા કાર્ય બદલ ૩ વખત એવોર્ડ મળી ચૂકેલ છે અને આ ટ્રસ્ટ સેવાકીય ,શૈક્ષણિક અને સામાજિક કાર્યમાં હંમેશા આગળ રહે છે એમ પ્રમુખની યાદીમાં જણાવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image