જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ
જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સિવિલ કોર્ટ જસદણ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સદરહું લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે તથા એડિશનલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠક્કર તથા રજીસ્ટાર એમ.બી.પંડ્યા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરી જે.એ. સોયા તથા ન્યાયાલયના કર્મચારીઓ તથા હાજર પી.જી.વી.સી.એલ. તથા બેન્કના કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ તથા પક્ષકારો તેમજ વકીલોની હાજરીમાં લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી. સદરહુ લોક અદાલતમાં એક જ દિવસમાં બંને કોર્ટના કેસો મળી કુલ ૩૭૭ કેસોનો નિકાલ થયેલ તેમજ પ્રિલિટીગેશન અને બેંક તેમજ પી.જી.વી.સી.એલ.ના બંને કોર્ટના કેસો સાથે મળી કુલ ૨૫૦ કેસો ફેસલ થયેલ અને બંને કોર્ટના સાથે કુલ મળી ૧,૫૮,૯૯૮/- જેટલી રકમનો દંડ વસુલી સરકારને મળેલ. આ લોક અદાલતમાં "ન કોઈની જીત ન કોઈની હાર" ના સૂત્રને સાર્થક કરતા પક્ષકારોએ લોક અદાલતનો લાભ લીધેલ. આ લોક અદાલતમા તાલુકા કાનૂની સેવા સત્તામંડળના લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયા અને આ લોક અદાલતના કન્સીલીટર એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.