મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અનુભૂતિ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ ગુજરાત ગુજરાત લલિત કલા અકાદમીના આર્થિક સહયોગથી ચિત્ર પ્રદર્શન ગેલેરી ખુલ્લી મુકાય
મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અનુભૂતિ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ ગુજરાત ગુજરાત લલિત કલા અકાદમીના આર્થિક સહયોગથી ચિત્ર પ્રદર્શન ગેલેરી ખુલ્લી મુકાય
કલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ૧૩ મી ડિસેમ્બરના રોજ અનુભૂતિ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ,જામનગર ગુજરાત ગુજરાત લલિત કલા અકાદમીના આર્થિક સહયોગથી ૭ આર્ટિસ્ટ સર્વશ્રી સંજય જાની, કપિલ બર્થક, ઉષા શાહ, દીક્ષિકા કાનીયા, વિવેક ખાસી, પ્રતીક્ષા જોષી તથા રેણુકા ચાંગાણીના ૩૬ જેટલા ચિત્રોના ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના વરદહસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવા આવ્યું. આ પ્રસંગે મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેકટરશ્રી એસ.ડી.ધાનાણી રોટરી ઇન્ટરનેશનલ પોરબંદરના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોઢા તથા અનેક મહાનુભવો ઉપસ્થિત રહેલ. આ સાથે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકારશ્રી બલરાજ ભાઈ પાડલીયા, કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર,ધારા જોશી, કરશનભાઈ ઓડોદરા,સમીર ઓડેદરા તથા ભાવિક જોશીએ સૌ આર્ટિસ્ટને શુભેચ્છાઓ પાઠવેલ.
આ પ્રદર્શન પોરબંદરના કલાપ્રિય જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું શું ચાલુ સંચાલન ચંદ્રેશ કિશોરે તથા આભાર દર્શન દિનેશ પોરીયાએ કરેલ. પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઈ મજીઠીયા તથા પાલિકા ચીફ ઓફિસરશ્રી મનન ચતુર્વેદીએ સૌ ચિત્રકરોને શુભેચ્છા પાઠવેલ.આ પ્રદર્શન તારીખ ૧૪ તથા ૧૫ સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ તથા બપોરે ૪-૦૦ થી ૮-૩૦ દરમિયાન ખૂલ્લું રહેશે.તેમ બલરાજ પાડલિયા પ્રમુખ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.