ગુજરાતના જાણીતા સમાજસેવી અને યુ ટ્યુબર ખજુરભાઈ ઉર્ફ નિતીન જાની બન્યા લુણાવાડાના મહેમાન
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર કોમેડી વિડિયો થકી ગુજરાતીઓના ઘરે ઘરે ચાહીતા અને જાણીતા બનેલા ખજુરભાઈ ઉર્ફ નીતીન જાની મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડાના મહેમાન બન્યા હતા. ખજુરભાઈને સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મ પર લાખો ચાહકો છે. ખજુરભાઈને નિહાળવા માટે મોટી સંખ્યામા લુણાવાડા તેમજ આસપાસના વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. લુણાવાડા ખાતે એક કાર્યક્રમમા હાજરી આપી હતી. લુણાવાડાનગર અને જનતાનો પ્રેમ જોઈ તેઓ ભારે અભિભુત થયા હતા વર્ષોથી પોતાના માટે આટલો બધો પ્રેમ બતાવા માટે આભાર વ્યક્ત કર્યોહતો. સાથે તેમણે મહિસાગર જીલ્લામા કોઈ જરુરિયાત મંદ લોકોને ઘર બનાવાની જરુર હોય તે પણ બનાવી આપશે તેવી જાહેરાત પણ કરી હતી. તેમને જણાવ્યુ હતુ કે ગુજરાતનો કોઈ માણસ ઘર વિહોણો ન રહે તે દિશામાં હુ કામ કરુ છુ., હુ ગુજરાતમા રહેવાનો છુ. ગુજરાતીઓ માટે સતત સેવા કરતો રહીશ. લુણાવાડાના સ્થાનિક કલાકારોની કલાને પણ વખાણી હતી. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે તમે બધા મને પ્રેમ કરો છો તમે કોઈ કલાકાર તરીકે નથી આવ્યા છે ગુજરાતનો દિકરો રાત દિવસ ગરીબો માટે દોડે છે તેના માટે આવ્યા છો તમારા બધાનો પ્રેમ છે. હુ ઘરે નથી જાતો રાત દિવસ માટે ગુજરાતી માટે દોડુ છુ. ગુજરાતનો એકમાણસ ઘર વિહોણો ન હોવો જોઈએ. સાથે સાથે તેમણ ગુજરાતની પોલીસ ની પણ કામગીરીને વખાણી હતી. ગુજરાતની પોલીસને બેસ્ટ ગણાવી હતી. ખજુરભાઈએ લુણાવાડા શહેરની લટાર મારી હતી. તેમના ચાહકોએ પણ તેમની સાથે સેલ્ફી પડાવા પડાપડી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે ખજુરભાઈ ઉર્ફ નીતિનભાઈ જાની કોમેડી વિડિયો બનાવીને લોકોનુ મનોરંજન કરે છે સાથે સાથે તેમણ ગુજરાતમા જરુરીયાત મંદ લોકો માટે ઘર બનાવી આપ્યા છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.