“ઉના નાં આમોદ્રા ગામે દડવા રાંદલ માતાજી નો ત્રિ દિવસીય ધાર્મિક કાર્યક્રમ સંપન.” (જીતેન્દ્ર ઠાકર ઉના)
(જીતેન્દ્ર ઠાકર ઉના) "ઉના નાં આમોદ્રા ગામે દડવા રાંદલ માતાજી નાં નૂતન મંદિર જીર્ણોદ્ધાર અને મૂર્તિ પ્રતિષ્ઠા નો ત્રિ દિનાત્મક કાર્ય ક્રમ સંપન."
'ગામસમસ્ત ધુવાડાબંધ અને તમામ શ્રદ્ધાળુઓ માટે ત્રણ દિવસ મહાપ્રસાદ,ગૌ વંશ ને ચારો, પક્ષીઓનેચણ, અને શ્વાન ને રોટલા તેમજ સાધુ સંતો અને
સમાજ સેવકો, દાતા ઓ નાં સન્માન જેવા ત્રિવિધ કાર્યો હાથ ધરાયા.' ત્રણ દિવસ સુધી રાત્રે લોકડાયરો,સંતવાણી અને રાસ ગરબાના કાર્યક્રમો પણ યોજવામાં આવેલ.
ઊના નાં આમોદ્રા ગામે વગડામાં બિરાજમાન અતિ પુરાતન એવા દડવા રાંદલ મંદિર નો જીર્ણોદ્ધાર એવમ નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ નો ત્રિ દિવસીય ધાર્મિક કાર્ય ક્રમ મુંબઈ નિવાસી માતાજી નાં પરમ સેવક અજિતભાઈ રમણ લાલ જોશી પરિવાર ના મુખ્ય યજમાન પદે અને ગામનાં દાતાઓ નાં પેટા યજમાન પદે ભવ્ય અને આસ્થા સભર વાતાવર્ણ માં યોજાયેલ.
કાર્યક્રમ નાં મુખ્ય આચાર્ય તરીકે વિદ્વાન શાસ્ત્રી શ્રી હિતેશ ભાઈ જોશી અને વિદ્વાન ભૂદેવો એ વેદોક્ત વિધિ અનુસાર યજ્ઞઅને પ્રતિષ્ઠા વિધિ સંપન કરાવેલ.
આમોદ્રા ગામ સમસ્ત અને દડવા રાંદલ સેવક મંડળ નાં સહયોગ અને અથાક પ્રયત્નો થી સંપન થયેલ આ કાર્યક્રમ દરમ્યાન ગ્રામજનો ની માતાજી પ્રત્યેની અનેરી શ્રધ્ધા અને એકતા નાં દર્શન થતા જોવા મળેલ.
સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સંચાલન વિપ્ર અગ્રણી અને પત્રકાર જીતેન્દ્ર ઠાકર દ્વારા અને આભારવિધિ મંડળ નાં અગ્રણી કાર્યકર રોહિત ઝાલા દ્વારા કરવામાં આવેલ.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.