બોટાદ જિલ્લામાં દર્દીઓ માટે દેવદૂત સમી 108 એમ્બ્યુલન્સ સેવા બની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ - At This Time

બોટાદ જિલ્લામાં દર્દીઓ માટે દેવદૂત સમી 108 એમ્બ્યુલન્સ સેવા બની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ


108 ઇમરજન્સી સેવાઓ આપાતકાલીન પરિસ્થિતિ માં અને છેવાડા નાં વિસ્તારો સુધી પહોંચી ને દેવદૂત સમાન અવિરત કામ કરે છૅ.તારીખ 11/12/2024 ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા નાં ગોરડકા ગામ પાસે બોટાદ નાં રહેવાસી એવા એક 36 વર્ષીય રાજેશભાઇ અનિયારીયા નામ નાં રાહદારી વ્યક્તિ નું રસ્તા પર ભેંશ સાથે બાઈક અથડાવાથી બાઈક પર થી પડી ગયા હતાં અને છાતી ના ભાગ પર ઇજા થઇ હતી.રાહદારી દ્વારા 108 એમ્બ્યુલન્સ ને કોલ કરતા નજીકની 108 એમ્બ્યુલન્સ તરત જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.108 એમ્બ્યુલન્સ સ્ટાફ માં ઈ.એમ.ટી તરીકે પંડ્યા ધ્રુવકુમાર અને પાઇલોટ માં ભાવિનભાઈ ડાભી દ્વારા જરૂરી સારવાર આપીને વધુ સારવાર અર્થે બોટાદ ની સબિહા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.108 ના સ્ટાફ દ્વારા તેના ઘર નો સંપર્ક કરી ને આ બાબત ની જાણ કરી હતી.તેની સાથે પાકીટ માં રોકડ,સોનાનો ચેન,લેપટોપ,અને મોબાઈલ,ઘર અને વાહન ની ચાવીઓ જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ હોવાથી આ કિંમતી સામાન હોવાથી તેના પરિવારજનોને સુપ્રત કરવામાં આવી હતી. જેની અંદાજીત કિમત 1,50,000 લાખ ની માલમતા થઈ હતી.આ તકે તેમના પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ ની સેવા અને પ્રામાણિકતા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આમ સમઢીયાળા 108 એમ્બ્યુલન્સ કર્મીઑની સેવા પ્રામાણિકતા નું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.