બગસરા મેડીકલ સાઘનો જરૂરીયાતમંદ લોકો ને આપવાનો પ્રારંભ જુની હળીયાદ ગામે કરવામાં આવેલ.
બગસરા મેડીકલ સાઘનો જરૂરીયાતમંદ લોકો ને આપવાના કાર્યક્રમ નો શુભારંભ જુની હળીયાદ ગામે કરવામાં આવેલ.વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મહિલા મંડળ ની કામગીરી સરસ રીતે ચાલી રહી છે. જે અંતર્ગત મુંબઈ ના જાણીતા દાતા અને બગસરા ના વતની શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા ના આર્થિક સહયોગ થી જ્યોતી મહિલા વિકાસ સંગઠન જુની હળીયાદ દ્રારા , જરૂરીયાત મંદ લોકો ને મદદરૂપ થવા માટે વિવિધ મેડીકલ સહાયક સાઘનો લોકો ને આપવા માટે , વિવિધ મેડીકલ સાઘનો થી સજ્જ એક નૂતન કાર્યક્રમ નો શુભારંભ, ગામ ના સરપંચ શ્રી રમેશભાઈ તથા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી ભાવેશભાઈ ના વરદહસ્તે ખુલ્લો મુકવામાં આવેલ. આ ગામ ના ત્રણ મહિલા મંડળ ના ૪૫. જેટલા બહેનો સમાજ ઉપયોગી વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહેલ છે, તેમાં આ આરોગ્ય વિષયક પ્રકલ્પ નો વઘારો કરી, લોકસેવા ની ઉત્તમ કામગીરી ને ઉપસ્થિત સૌએ બીરદાવેલ, તેમજ કિશોરભાઈ હરીભાઇ દડીયા પરીવાર ના સહયોગ બદલ તેમના પ્રત્યે કુતજ્ઞતા નો ભાવ વ્યક્ત કરેલ તેમ સંસ્થા ના નિયામક શ્રી મહેન્દ્રભાઈ પાથર ની અખબારી યાદી માં જણાવેલ છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.