મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી નિરક્ષરતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે રૂ. ૩ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું.
ભાવનગર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી નિરક્ષરતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે રૂ. ૩ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું.
મારી પ્રજાનું કલ્યાણ હજો તેવી ઉદદાત ભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સ્વતંત્રતા બાદ ગોહિલવાડ રાજ્યનાં યુવકોને શિક્ષણ તથા ઉધ્યોગ સાથે જોડવા રૂ. ૬ લાખ નું કાયમી ફંડ રાજ્ય સરકારને સોપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિમાં વર્ષ ૨૦૨૪ માં ૩૦ નાગરિકોને તા.૧૨ ડિસેમ્બર ના રોજ સંસ્થા પ્રાંગણ માં ભાવનગર ના મહારાણી શ્રી સમયુક્તા દેવી ગોહિલની અધ્યક્ષતા માં ૨૩ વિધાર્થી ઓને શૈક્ષણિક સહાય તથા ૭ બહેનોને સીવણ સંચા નું સહાય વિતરણ કરવામાં આવ્યું હતું...આ પ્રસંગે મહારાણી શ્રી સમયુક્તા દેવી ગોહિલ પરિવાર દ્વારા રૂપિયા ૧ લાખ ની અનુદાન આપવામાં આવેલ..શ્રી પ્રેમજીભાઈ જાસોલિયા એ સહુ નો આભાર વ્યક્ત કર્યો હતો..ભોજન બાદ સંપન થયેલ કાર્યક્રમ નું સંકલન શ્રી છાયાબહેન પારેખ એ કર્યું હતું...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.