ધંધુકામાં ચિસ્તીફળીમાં એક મકાન પર કાચું મકાન ધરાસઇ થતા ત્રણ લોકો લોકો ડબોચાયા, કોઈ જાન હાની ટળી.
ધંધુકામાં ચિસ્તીફળીમાં એક મકાન પર કાચું મકાન ધરાસઇ થતા ત્રણ લોકો લોકો ડબોચાયા, કોઈ જાન હાની ટળી.
એક મકાન પર કાચું મકાન રાત્રે 2 વાગ્યે ધરાસઈ થતા ત્રણ લોકો ડબોચાયા હતા જેમાં ત્રણે લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. કોઈ જાન હાની ટળી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ ચિસ્તીફળીમાં ગઈ કાલના રાત્રે 02 વાગયાના સુમારે ઇમ્તિયાઝભાઈ અલીભાઈનું કાચું મકાન રજ્જાકભાઈ ઇસ્માઇલભાઈ ખલીફાના મકાન પર અચાનક ધરાસઈ થતા રજ્જાકભાઈના ઘરમાં સુતેલા ત્રણ વ્યક્તિઓ રજ્જાકભાઈ, તેમની પત્ની રજીયાબેન તથા બાળક હર્ષ માટીમાં ડબોચાયા હતા. અચાનક ઘર ધરાસઈ થતા આજુબાજુના રહીશોમાં ફફડાટ થવા પામી હતી તેમજ આજુબાજુના લોકોને મકાન પડવાનો આવાજ આવતા તરત જ બાજુમાં રહેલ મકાનની જાળી તોડી રજ્જાકભાઈના ઘરમાં ઘૂસીને રજ્જાકભાઈ સહીત ત્રણે લોકોને માટીના થેફાળામાંથી આબાદ બચાવ સાથે બહાર કાઢવામાં આવ્યા હતા. રજ્જાકભાઈ તથા તેમના પરિવારે હાશકારા સાથે શ્વાસ લીધો હતો.
અચાનક જ મકાન ધરાસઈ થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. પરિવાર તેમજ આજુબાજુના લોકોને કોઈ જાન હાની થવા પામી નથી.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.