છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો - At This Time

છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


*છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો*
-------
*'ફીટ ઇન્ડિયા, ફીટ મીડિયા' કેમ્પમાં ૩૩ મીડિયા કર્મીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું*
----------
છોટાઉદેપુર:શુક્રવાર:- પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા' વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રીશ્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ-બહેનો માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત આજે છોટાઉદેપુર ખાતે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારો માટે જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના ૩૩ મીડિયા કર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી.

જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર અને રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ રિપોર્ટ (લોહીની ટકાવારી અને ઉણપનો રિપોર્ટ), લીવરના રોગ માટે-LFT (લીવર ફંક્શન ટેસ્ટ), લિપિડ પ્રોફાઈલ (કોલેસ્ટ્રોલના રિપોર્ટ), કિડનીના રોગો (કિડની ફંકશન ટેસ્ટ), સાંધાના રોગો (યુરિક એસિડ) હાડકા માટે (કેલ્શિયમની તપાસ), થાઇરોડનો રિપોર્ટ, વિટામિન B12, વિટામિન D, ડાયાબિટીસ (Rbs), પ્રોસ્ટેટ ટેસ્ટ (psa), ચેસ્ટ x ray, હૃદયની તપાસ માટે ECG, બહેનો તપાસ માટે મેમોગ્રાફિ તપાસ તેમજ સર્વાઈકલ કેન્સર માટે પેપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા સહાયક માહિતી નિયામકશ્રી,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ટેકનિકલ સ્ટાફ, જિલ્લના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુરનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.