ધંધુકા તાલુકાના ગલસાણા પ્રાથમિક શાળા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ
ધંધુકા તાલુકાના ગલસાણા પ્રાથમિક શાળા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ગલસાણા પ્રાથમિક શાળા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં બહોળી સંખ્યામાં શાળાના ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં પ્રવેશિકા, પ્રદિપિકા,પ્રમોદિકા અને પ્રવાહિકા જેવી ચાર પરીક્ષા લેવામાં આવી હતી.
સંસ્કૃત ભાષાએ ભારતની પ્રાચીન અને સાંસ્કૃતિક ભાષા છે, વિધાર્થીઓ સંસ્કૃત ભાષા સરળતાથી શીખી શકે, એ ઉદ્દેશ્યથી દર વર્ષે સંસ્કૃત ભારતી દ્વારા આવી પરીક્ષા યોજાતી હોય છે. ગત 2 વર્ષથી ગલસાણા પ્રાથમિક શાળાના કેન્દ્ર સંચાલકશ્રી અશ્વિનકુમાર ડાભીના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષા લેવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.