સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કોબ ગામે સરકારી નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા મુખ્યમંત્રી ને રજુઆત - At This Time

સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કોબ ગામે સરકારી નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા મુખ્યમંત્રી ને રજુઆત


ગામમાં 15 હજારની વસ્તી છતાં આરોગ્ય સેવા માટે કોડીનાર દીવનાં ખાવા પડે છે ધક્કા

ઊના તાલુકાનું કોબ ગામ છેવાડાનું ગામ છે આ ગામમાં સર્વ સમાજની આશરે 15 હજારથી વધુ લોકોની વસ્તી છે સામાજીક અને શૈક્ષણિક દ્રષ્ટિએ ખુબ પછાત અને વિકાસથી વંચિત રહ્યું છે. કોબ ગામ ઊના તાલુકાનું અંતરિયાળ ગામ છે પરંતુ વિધાનસભા મત વિસ્તાર કોડીનાર લાગુ પડી રહ્યું છે કોબ ગામ ઊના તાલુકા મથકથી લગભગ 30 કિલોમીટર જેટલુ દુર આવેલું છે. જ્યારે વિધાનસભા મથકથી 45 કિલોમીટર જેટલુ દુર આવેલ છે. જેથી કોબના સર્વાંગી વિકાસ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના માધ્યમથી કોઈ જ કામ થતા નથી ગ્રામજનોની પરિસ્થિતિ આઝાદીના 78 વર્ષ પછી પણ ખુબ જ દયનીય અને વિકટ જોવા મરી રહી છે સર્વ સમાજના લોકોની આટલી મોટી વસ્તી હોવા છતાં પણ કોબમાં એક માત્ર પેટા આરોગ્ય કેન્દ્ર છે પરતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કોઈ જ વ્યવસ્થા ન હોવાનાં કારણે આસપાસના ગામ લોકોને સારવાર માટે ફરજીયાત પણે ઊના કોડીનાર અથવા દીવ જવું પડે છે. જેને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.તેમાં પણ ખાસ કરીને સગર્ભાઓને ડિલેવરીના સમયે 30 કિલોમીટર દુર જવું ખુબ જ કપરું બની જાય છે વરસાદ અને પુરની પરિસ્થિતિમાં સગર્ભા માતાઓને જીવના જોખમે હોસ્પિટલ સુધી પહોંચાડવી પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું ખુબ જ અત્યંત જરૂરી છે. ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ગામતળની ખુલ્લી જમીન ખાલી છે. જે જમીનનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ઉપયોગ કરી શકાય તેમ છે. આ બાબતે ગામના સર્વ સમાજના નાગરીકો સહકાર આપવા તૈયાર છે કોબના સરપંચ અને ઉપસરપંચ તેમજ ચુંટાયેલા સદસ્યો દ્વારા ભુતકાળમાં પણ સામાજીક એકતા જાગૃતિ મિશનના પદાધિકારીઓ સમક્ષ સરકારી ખર્ચથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા બાબતે રજુઆત કરાય છે. જેને ધ્યાને લઈ સોમનાથ જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે ભલામણ કરેલ હતી. પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતી હોવાનાં કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી થતી નથી. જેને લઈ મુખ્યમંત્રી સમક્ષ સામાજિક એકતા મિશનનાં રાજ્યનાં અધ્યક્ષ કેવલસિંહ રાઠોડે પત્ર પાઠવી રજૂઆત કરી છે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવીને તેમાં મેડીકલ ઓફીસર આયુષ મેડીકલ ઓફીસર સ્ટાફ નર્સ, ફાર્માસીસ્ટ લેબ ટેકનીશીયન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, ડેટા એન્ટ્રી ઓપરેટર વિથ કલાર્ક, વોર્ડ બોય પટ્ટાવાળા સ્વીપર, ડ્રાઈવર, ચોકીદાર સહિતના સ્ટાફની નિમણુંક કરાય તે જરૂરી છે લેબોરેટરી એમ્બ્યુલન્સ, નિદાનના સાધનો, સેનીટેશનની વ્યવસ્થા, ફર્નિચર સહિતની જરૂરી સગવડતાઓ સાથેનું આધુનિક સુવિધાયુક્ય આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો ભીંગરણ ચીખલી લેરકા સોખડા કાજરડી સહિત ગામો આ કેન્દ્રનો લાભ લઈ શકે આ બાબતે આરોગ્ય અધિકારી દ્વારા ગંભીરતા દાખવી અને શક્ય બને તેટલું વહેલું સરકારી ખર્ચથી કોબ ગામે નવું પ્રા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માંગ કરવામાં આવી છે

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.