જસદણ પાટીદાર ભવન ખાતે મળેલ પટેલ સમાજ ની મિટિંગમાં દીકરીઓના અપહરણ-અત્યાચાર, ગુંડાગીરી-વ્યાજખોરી સામે લડત કરાશે સમાજના આગેવાનો નો રણ ટંકાર સાથે હુકાર
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં યોજાયેલ પટેલ સમાજની બેઠકમાં એડવોકેટ અલ્પેશભાઈ કથીરિયા લડાયક નેતા મનોજભાઈ પનારા કુર્મિ સેનાના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા નયનભાઈ જીવાણી પાટીદાર ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા સહિતના સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોએ સમાજને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી
જસદણ તાલુકાના પાટીદાર યુવાનોનું સંગહન કરવા માટે એક નવી પહેલ ધ્વાસ પાટીદાર સમાજના દિકરા-દિકરી ઓને ખોટી રીતે કનડગત, જમીન પડાવી લેવી, ખોટી રીતે દિકરીઓને ભગાડી જવી, વ્યાજખોરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી જેવા પ્રશ્નોમાં ઉકા આવે અને પરિવારને મોચ્યું ન્યાય મળે તે હેતુથી ભાગરૂપે પાટીદાર રશૈક્ષણિક ભવન જસદણ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લડાયક પાટીદાર સમાજના નેતા મનોજભાઈ પનારા એડવોકેટ અલ્પેશભાઈ કથીરિયાકુર્મિ સેનાના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા નયનભાઈ જીવાણી તથા ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા સહિતના આગેવાનોએ અલગ અલગ મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના લોકો ઉપર થઈ રહેલા અત્યાચાર અને જસદણ પંથકમાં દીકરીઓ સાથે બનતા બનાવ બાબતે આગામી દિવસોની અંદર તેમની સાથે થતા અન્યાય અને અત્યાચારો અટકાવવા માટેની બાબનોને લઈને બેઠકો તેમજ નિર્ણયો લેવામાં આવશે તેવું જણાવ્યું છે.વધુમા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની દીકરીઓને લલચાવી ફોસલાવી અને ભગાડી જવી તેમજ અન્યાય અને અત્યાચાર સામે કેવી રીતે લડવું અને આસામી પગલા લેવા બાબતે સામાજિક સંમેલન યોજી નિરાકરણ લાવવા માટેના વિચારો અને તેમની અમલવારી બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના લોકો તેમજ યુવક યુવતીઓને જાણે ટાર્ગેટ બનાવવામાં આવી રાહ્યો હોય અને લુખ્ખા તત્વો પોતાની હદ વટાવી અને ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેથી બનાવો સામે આવ્યા છે. ત્યારે આ બાબતે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો તેમાંથી બહાર કેમ આવે અને આવા લુખ્ખા તત્વો સામે લડી લેવા તેમજ તેમને ભાન કરવા માટેના નિર્ણય લેવા માટે અને નિરાકરણ લેવા માટેના પ્રયત્નો હાથ કરવા માટેની કામગીરી હાય ધરવામાં આવશે. જસદણ વિસ્તારમાં અંદાજે ૧૦ જેટલી દીકરીઓ આ પ્રકારે ભોગ બની છે તેની ગંભીરતા લઈને સરકારનું પણ ધ્યાન દોરવામાં આવશે. જે યુવાન વ્યાજ ના વિષચક્રમાં ફસાયો હોય અને વ્યાજ ન ભરે તેમનુ પાટીદાર ભવન દ્વારા સન્માન કરવામાં આવશે. પાટીદાર સમાજના લોકોની જમીન પચાવી પાડવી સહિતની ગેરરીતિઓ સામે લડત આપવામાં આવશે અંતમાં અલ્પેશભાઈ કથીરિયા મનોજભાઈ પનારા નયનભાઈ જીવાણી જીગ્નેશભાઈ કાલાવડીયા અને દિનેશભાઈ બાંભણિયા સહિતના આગેવાનોએ તમામ સમસ્યા અંગે લડત આપવા રણ ટંકાર સાથે હુંકાર કર્યો હતો આ મિટિંગમાં જસદણ વિછીયા શહેર તાલુકા પાટીદાર સમાજ મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.