ધંધુકા બુરાનપુર બસનો રૂટ છાશવારે રદ થતાં વિધાર્થીઓને હાલાકી. - At This Time

ધંધુકા બુરાનપુર બસનો રૂટ છાશવારે રદ થતાં વિધાર્થીઓને હાલાકી.


ધંધુકા બુરાનપુર બસનો રૂટ છાશવારે રદ થતાં વિધાર્થીઓને હાલાકી.

ફેદરા કમિયાળા ધનાળા અને પીપળીના વિધાર્થીઓને મુશ્કેલી

અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાના પીપળી ગામના આગેવાનો દ્વારા આજે ધંધુકા એસટી ડેપો મેનેજર ધર્મેન્દ્રસિંહ મહિડા ને આવેદન પત્ર આપી બુરાનપુર ધંધુકા બસ નિયમિત કરવા માંગ કરાઈ હતી અને જો આગામી દિવસોમાં બસ નિયમિત નહિ કરાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા બુરાનપુર બસ વર્ષોથી કાર્યરત છે પરંતુ પાછલા કેટલાક સમય થી આ બસ એસટી વિભાગ દ્વારા ઓચિંતી કેન્સલ કરી દેવામાં આવતી હોય છે જેના કારણે પીપળી, કમિયાળા, ધનાળા અને ફેદરાના ધંધુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને

વિધાર્થીનીઓને શિક્ષણ થી વંચિત રહેવાનો વારો આવે છે. આ મુદ્દે પીપલીના આગેવાન પદુભા ચુડાસમા, ભગિરથસિંહ ચુડાસમા સહિત નું પ્રતિનિધિ મંડળ એસટી ડેપો મેનેજરને આવેદન પત્ર સુપરત કરી આ રૂટની બસ નિયમિત કરવાની માંગ કરી હતી.

અને જો આગામી બે દિવસ માં બસ કાયમ માટે નિયમિતનહિ કરાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. ડેપો મેનેજરે થોડા સમય થી સ્ટાફ ચાલકો અને કાંડક્ટરો ની ઘટ ના કારણે આવી તકલીફ પડી રહી હોવાનું જણાવી આ રૂટ ની બસ કાયમી ધોરણે નિયમિત બને તેવી કાર્યવાહી કરવા હૈયા ધારણ પણ આપી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.