10 વર્ષની બાળકી જેને મામા કહેતી હતી તેશખ્સે બીભત્સ વીડિયો બતાવી દુષ્કર્મ આચર્યું
પાણી આપી જવાનું કહી બળજબરી આચરી, અગાઉ પણ અનેક વખત કૃત્ય આચર્યાનો ભાંડો ફૂટ્યો મંગેતર સાથે ફોન પર વાત કરવાના બહાને યુવાન સંબંધીના ઘરે જઈ બાળકી પર નજર બગાડતો
શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી જેને મામા કહેતી હતી તે શખ્સે બાળકીને રૂમમાં પૂરી બીભત્સ વીડિયો બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના ગુપ્તાંગમાં દુખાવો ઉપડતાં તબીબી તપાસમાં નરાધમના પાપનો ભાંડાફોડ થયો હતો. આ શખ્સે બાળકી સાથે અવારનવાર કૃત્ય કર્યાનું પણ તપાસમાં ખુલ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.