પરપ્રાંતી શ્રમિક પરિવાર ના બાળક પ્રત્યે ટીલાળા પરિવાર ની ઉદારતા અંધજન બાળક ને પુનઃ દ્રષ્ટી મળતા ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરાય
પરપ્રાંતી શ્રમિક પરિવાર ના બાળક પ્રત્યે ટીલાળા પરિવાર ની ઉદારતા
અંધજન બાળક ને પુનઃ દ્રષ્ટી મળતા ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરાય
તણખલા જેટલો ઉપકાર કરવા મળે તો પણ કરી લેવો કારણ તેના ફળ તાડ જેટલા મોટા હોય
નિરાશાવાદી વ્યક્તિ દરેક તક માં મુશ્કેલી શોધે છે જ્યારે આશાવાદી દરેક મુશ્કેલી માં તક શોધે છે બી એમ ટીલાળા
દામનગર ના શાખપુર માં ખેત મજૂરી કરવા મધ્યપ્રદેશ થી સૌરાષ્ટ્ર આવેલ શ્રમિક રાકેશભાઈ ના પુત્ર સંદીપ ઉંમર વર્ષ ચાર જન્મજાત અંધત્વ પીડિત બાળક ખૂબ ચિંતા અનુભવતા આ પરિવાર ને દામનગર ના ગામે મજૂરી માટે રોકાયું હતું મધ્યપ્રદેશ ના ખેત મજૂરી કરતા શ્રમિક રાકેશભાઈ ના પુત્ર રાકેશ ઉમર વર્ષ ચાર ને જન્મથી આંખે દેખાતું ન હતું આ બાળકે
જન્મ થી દુનવીય દર્શન કર્યા નહોતા ખૂબ મોંઘી સારવાર હોવા થી અંધત્વ ભોગવતા આ બાળકો ને દ્રષ્ટી માટે અપાર મદદ કરનાર દાતા ટીલાળા પરિવાર મદદે આવી માનવતા મહેકાવી હતી ઓપરેશન બાદ બાળક ને પુનઃ દ્રષ્ટી પ્રાપ્ત થતા ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા દાતા પરિવાર ખુશ ખુશાલ થઈ ઉઠ્યો હતો
મધ્યપ્રદેશ થી પેટિયું રળવા આવેલ શ્રમિક પરિવાર ના અંધજન ની સારવાર નો ખર્ચ એક લાખ ચાલીસ હજાર જેવો ખર્ચ થાય એમ હતો આ ખર્ચ શાખપુર ના ઉદારદિલ દાતા ભીખાભાઈ મનજીભાઈ ટીલાળા ભુપતભાઈ ભીમજીભાઇ ટીલાળા તેમજ રોહિતભાઈ ભીમજીભાઈ ટીલાળા મનોજભાઈ બાબુભાઈ ટીલાળા પરિવાર તરફ થી આ રકમ અક્ષરદીપ આંખની હોસ્પિટલ ભાવનગરમાં દાખલ કરી અને સફળ પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું અને બાળકને જે અંધાપો હતો તે બાળક આજે દેખતો થઈ અને નવી જિંદગીની શરૂઆત કરી ત્યારે દાતાશ્રી આ બાળક ને પોતાની ફોરવીલ ગાડી લઈને સરાહનીય સેવા આપી લાલજીભાઈ દોમડીયા સહિત દાતાશ્રીઓને શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે ખૂબ અભિનંદન આપી અને આ સરાહનીય કામગીરીને ખૂબ બિરદાવવામાં આવી હતી અને દાતાશ્રીએ ત્યાં સુધી જણાવેલ આવી રીતે કોઈપણ ને જરૂરિયાતમંદ દર્દીને દવાખાન ની ફી માં જરૂર પડશે તો તેઓ મદદ કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ સારી વિચારધારા ને સમગ્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયત વતી બીરદાવામાં આવી હતી નિરાશાવાદી વ્યક્તિ દરેક તક માં મુશ્કેલી શોધે છે જ્યારે આશાવાદી દરેક મુશ્કેલી માં તક શોધે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.