ચૂંટણી સમયે હથેળી માં ચાંદ બતાવી જનાર નેતા ક્યાં ? દામનગર શહેર ને તાલુકા મામલતદાર કચેરી ક્યારે ?
ચૂંટણી સમયે હથેળી માં ચાંદ બતાવી જનાર નેતા ક્યાં ? દામનગર શહેર ને તાલુકા મામલતદાર કચેરી ક્યારે ?
દામનગર શહેર ને કાયમી રેવન્યુ કચેરી ક્યારે ? દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૭ જેટલા ગ્રામ્ય વચ્ચે તાલુકા મામલતદાર કચેરી ની બુલંદ માંગ સાથે યુવા આર્મી ટીમે નામદાર ગુજરાત સરકાર માં સબંધ કરતા વિભાગો માં આવેદન પત્ર પાઠવી કરેલ માંગ સંદર્ભ માં ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર ની કચેરી એ મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન ને પત્ર પાઠવી માંગણી સંદર્ભે કાર્યવાહી થવા આઝાદી પહેલા વડોદરા શ્રીમંત સરકાર ગાયકવાડ નો મહાલ તાલુકો સ્વરાજ પછી વારંવાર વિધાન સભા માં અલગ અલગ મત વિસ્તાર વચ્ચે લબડાવી રેવન્યુ કચેરી પણ છીનવાઈ પ્રથમ વિધાનસભા સને ૧૯૫૨ ગારીયાધાર સાથે જોડી મોહનભાઇ પટેલ ધારાસભા માં ગયા પછી ૧૯૫૭ હરિપ્રસાદ ભટ્ટ ૧૯૬૨ સુમિત્રાબેન ભટ્ટ ૧૯૬૭ માં ગોકળદાસ પટેલ ૧૯૭૨ માં માણેકભાઈ ભાદાણી ૧૯૭૭ ખોડીદાસભાઈ ઠક્કર ૧૯૮૫ મેતલીયા ઠાકરશીભાઈ ૧૯૯૦ બેચરભાઈ પછી હનુભાઈ ધોરજીયા પછી બાવકુભાઈ ઉધાડ કોંગ્રેસ - ભાજપ બંને પેટા ચૂંટણી પછી વિરજીભાઈ ઠુંમર અત્યારે તળાવીયા ક્યારે ગારીયાધાર ક્યારેક લીલીયા ક્યારેક લાઠી સાથે જોડી વિધાન સભા માં ગયેલ નેતા ઓએ દામનગર પુનઃ તાલુકા માટે કેમ પ્રયન ન કર્યા ? થાળી ના વાટકા કરી પોતા ના પદ હોદા બેઠકો સલામત રાખવા દામનગર નો ભોગ લેવાયો અત્યારે દામનગર શહેર રેવન્યુ કચેરી વિહોણું ગુડગવર્ન્સ ની વાતો વચ્ચે જન સેવા માટે સામાન્ય કામો માટે દામનગર શહેર સહિત પંથક ના ૩૭ ગામો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર સમક્ષ યુવા આર્મી ટીમે દામનગર પુનઃ તાલુકા ની બુલંદ માંગ સંદર્ભ માં શહેરી વિકાસ વિભાગે એડમિનિસ્ટ્રેશન માં કરેલ રજુઆત માં સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય કેમ ચૂપ છે ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.