સરકારના જંત્રીના વધારાનો નિર્ણય પરત ખેંચવામાં આવે એવી માંગ સાથે બોટાદ બિલ્ડર એસોસિયેશન તથા જમીન મકાન દલાલ એસોસિએશન દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું - At This Time

સરકારના જંત્રીના વધારાનો નિર્ણય પરત ખેંચવામાં આવે એવી માંગ સાથે બોટાદ બિલ્ડર એસોસિયેશન તથા જમીન મકાન દલાલ એસોસિએશન દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું


(અસરફ જાંગડ દ્વારા)
સરકારશ્રીના જંત્રીનો ભાવ વધારા મામલો ગરમાયો સરકાર સામે લડી લેવાના મુડમા બોટાદ બિલ્ડર એસોસિએશન તાત્કાલીક ધોરણે જંત્રી ભાવ વધારો પરત ખેચવા બોટાદ બિલ્ડરોની માંગ બોટાદ બિલ્ડર એસોસિએશન દ્વારા
ગઈકાલે મીટિંગ યોજાઈ હતી જેમાંબિલ્ડર એસોસિએશનના પ્રમુખ દ્વારા ભાવ વધારો પરત ખેંચવાને લઈને કલેકટર સમક્ષ આવેદનપત્ર રેલી અનેક પ્રકારની આગળની રણનીતિઓ ત્યારે કરી છું તેવું જણાવ્યું હતું જ્યારે બિલ્ડર એસોસિએશન સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે સરકાર આ બાબતે તાત્કાલિક જંત્રીનો ભાવ વધારો પરત ખેંચે તેવી તમામ બિલ્ડર એસોસિયેશન જમીન મકાન દલાલોની માંગ મુખ્યત્વે જંત્રીનો આ વાસ્તવીક અસહય વધારો કે જેનાં લીધે બાંધકામ ઉદ્યોગ આજે મૃતપાય અવસ્થામાં જઈ રહયો છે. જેનાં લીધે જંત્રીમાં વધારો કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય થઈ શકે તેમ નથી. જંત્રીનાં લીધે નવી શરતની જમીન બિનખેતી કરવામાં માટે ભરવુ પડતુ પ્રીમીયમનો બોજો તથા દસ્તાવેજ માટે ભરવાપાત્ર સ્ટેમ્પ ડયુટીમાં વધારો તેમજ જી.એસ.ટી.ની રકમમાં વધારો થઈ આ તમામની મોટી અસર સામાન્ય નાગરીક ધ્વારા ખરીદી કરવામાં આવતા પ્લોટ, ફલેટ, તેમજ ટેનામેન્ટની કીંમત ઉપર સીધી જ પડે છે. તેથી કરીને આ વધારો પરત ખેંચવા માટે સરકાર સમક્ષ માંગણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.