બોટાદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને “કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ” અંતર્ગત જિલ્લાની ટાસ્કફોર્સ કમિટી(NPCCHH)ની મીટીંગ યોજાઈ - At This Time

બોટાદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને “કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ” અંતર્ગત જિલ્લાની ટાસ્કફોર્સ કમિટી(NPCCHH)ની મીટીંગ યોજાઈ


(અસરફ જાંગડ)
જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા પંચાયત ખાતે “કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ” અંતર્ગત જિલ્લાની ટાસ્કફોર્સ કમિટી(NPCCHH)ની મીટીંગ યોજાઈ હતી.જે અંતર્ગત મેડીકલ ઓફિસર દ્વારા હવાના પ્રદુષણની આરોગ્ય ઉપર થતી ટૂંકા ગાળાની અસરો જેવી કે માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, આંખોમાં બળતરા થવી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ થવી તેમજ લાંબા ગાળાની અસરો જેવી કે સ્ટ્રોક, રક્તવાહિની સંબંધિત રોગો, હદયરોગનો હુમલો, શ્વાસના રોગો(અસ્થમા) અને ફેફસાના કેન્સરનું જોખમ થવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાઉક્ત બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ધોળકીયા દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિતોને વિગતો રજૂ કરવામાં આવી હતી.મીટીંગમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image