કેશોદના નાની ઘંસારી ગામે ઇન્ડિયન આર્મી જવાનું ભવ્ય સ્વાગત - At This Time

કેશોદના નાની ઘંસારી ગામે ઇન્ડિયન આર્મી જવાનું ભવ્ય સ્વાગત


કેશોદના નાની ઘંસારી ગામે ઇન્ડિયન આર્મી જવાનું ભવ્ય સ્વાગત

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના અવિનાસ રાજદે ભાઈ નંદાણીયા જેમને નાનપણથી આર્મીમાં જવાનુ સ્વપ્ન હતું છેલ્લા બે વર્ષથી આર્મીમાં જવાની તૈયારીઓ કરવામા આવી રહી હતી અવિનાસ નંદાણીયા આર્મીમાં સીલેકટ થતા હૈદરાબાદ ખાતે આઠ મહીના ટ્રેનીંગ પુર્ણ થતા વતન નાની ઘંસારી પરત આવતા મોટી ઘંસારીથી નાની ઘંસારી સુધી ત્રણ કિલો મીટર સુધી ડીજેના સંગાથે  દેશ ભક્તિના ગીત સાથે ભવ્ય રેલી યોજી હતી નાની ઘંસારી ગામે આવેલ વેરાવરી માતાજી મંદિરના સાનિધ્યમાં ઈન્ડીયન આર્મી જવાન અવિનાસ નંદાણીયાને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામા આવ્યુ હતું માતાજીના શરણોમા શિશ ઝુકાવી જુની પરંપરા મુજબ અવિનાશ નંદાણીયાએ તેમના માતા પિતા વડીલોના શરણ સ્પર્શ કરી આશિર્વાદ મેળવ્યા હતા 
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ મો. 97234 44990


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.