સામાન્ય વ્યક્તિ ની મહત્તા નહિ ત્યાં વળી માનવ અધિકાર કેવો ? અદાલતી તાકીદો છતાં સરકારી સક્રિયતા ખાસ વરતાતી નથી - At This Time

સામાન્ય વ્યક્તિ ની મહત્તા નહિ ત્યાં વળી માનવ અધિકાર કેવો ? અદાલતી તાકીદો છતાં સરકારી સક્રિયતા ખાસ વરતાતી નથી


સામાન્ય વ્યક્તિ ની મહત્તા નહિ ત્યાં વળી માનવ અધિકાર કેવો ?

અદાલતી તાકીદો છતાં સરકારી સક્રિયતા ખાસ વરતાતી નથી

સરકાર ની ખોટી નીતિ ઓની આલોચના કરનાર ને રાષ્ટ્ર વિરોધી ગણી પજવણી કરાય છે આતે કેવો રાષ્ટ્રવાદ ?

માનવ અધિકાર નું પ્રયોજન નો મૂળ હેતુ ઉદેશ કેટલો સુંદર હશે ?
સર્વોચ્ચ અદાલતો ની વારંવાર ની ટકોર પછી પણ બદલાવ કેમ નહિ ? ૧૦ ડિસેમ્બર - આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન ની ઉજવણી તો કરાય છે પણ તેનો અમલ થાય છે ખરો ?
વૈશ્વિક માનવ કુટુંબના સર્વ સભ્યોના જન્મજાત સ્વમાન અને સમાન હક્ક ઉપલબ્ધી એ વિશ્વ શાંતિ, ન્યાય અને સ્વતંત્રતાના પાયા છે વિશ્વ સંસ્થાની માનવ હક્ક ઘોષણા તા.૧૦-૧૨-૧૯૪૮ સને ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મી તારીખથી અમલમાં આવેલા આપણા પ્રજાસત્તાક બંધારણે મૂળભૂત અધિકારોનો સ્વીકાર કર્યો છે.નાગરિક માત્રના રાજ્ય તે રક્ષવા બંધાયેલું છે. પરંતુ, તે ઉપરાંત, નવી દુનિયાની દૃષ્ટિએ માનવ અધિકારોનો ખ્યાલ પણ સર્વત્ર સ્વીકારાતો આવે છે. આ અધિકારો કયા અને કેવા, એ ૧૯૪૮ના ડિસેમ્બરની દસમી તારીખે થયેલ "માનવ કારો ઘોષણા'માં નિરૂપવામાં આવ્યું હોઈ તે દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે.દરેક વ્યક્તિ, દરેક નાગરિક માનવ તરીકે ખરા અને પૂરા ગૌરવથી જીવી શકે તે અંગેની સભાનતા કેળવવા, એ સંદર્ભમાં રાજ્યની જવાબદારી વિચારવા જે કેટલીક આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ થયેલી છે તેમાં માનવ અધિકારોને લગતી ઘોષણાનું સ્થાન મહત્ત્વનું છે.સદ્ભાગ્યે છેલ્લા એકાદ દસકાથી રાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર પંચ કાર્યરત છે અને કેટલાંક રાજ્યોમાં પણ તે રચાયેલ છે. જો કે ગુજરાતમાં હજુ આવું પંચ રચાયું નથી, પરંતુ રાષ્ટ્રીય પંચની અદાલતી રજૂઆતને પગલે ૨૦૦૨નાં રમખાણોમાં ન્યાયની શક્યતા ઊભી થઈ છે તે આપણે જોઈએ છીએ.એમ લાગે છે કે દેશની એકેએક વ્યક્તિ માનવી હોવાને નાતે ગૌરવનો અનુભવ કરી શકે તે માટે આવનારા દિવસોમાં આપણે કંઈ નહીં તોપણ ત્રણ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવું પડશે. એક તો, આપણે સ્ત્રીપુરુષ સમાનતાની વાત કરીએ છીએ પણ સમાજની પુરુષપ્રધાન તાસીર જોતાં આ બાબત કપરાં ચઢાણ જેવી છે. હોદ્દાની રીતે, પગારની રીતે, પરસ્પર વ્યવહારની રીતે સમાજમાં ઠીક ઠીક મોટા હિસ્સામાં સ્ત્રીઓને પુરુષો કરતાં ગૌણ લેખવામાં આવે છે તે વાસ્તવિકતા છે, ઘરમાં ને બહાર હિંસાનો ભોગ બનવા ઉપરાંત એમણે બળાત્કાર પ્રકારના ભયોનો પણ સામનો કરવો પડે એવી પરિસ્થિતિ આજે તો છે. બીજી બાજુ, જ્યાં પણ મહિલાઓએ પહેલપૂર્વક જવાબદારી ઉપાડી અને ભાગીદારી નોંધાવી ત્યાં પુરુષપ્રધાન સમાજની પરંપરાગત તાસીરને બદલે સંવેદનશીલતા અને વ્યવસ્થાના નવા સંમિશ્રણનો સુખદ અનુભવ પણ થતો નોંધાયો છે. જેમ સ્ત્રીપુરુષ સમાનતાનો પડકાર ધ્યાન ખેંચે છે તેમ માનવ અધિકારોના મામલામાં બીજો એક મોરચો બાદબાકી અગર બાકાતીકરણ (એક્સ્યુઝન)નો છે. આ પ્રકારની લાગણી કોઈપણ દેશ અને સમાજમાં 'અમે વિ. તમે'નો ભાવ પ્રબળ કરે છે. બહારનાઓ, વિધર્મીઓ, પરાયા લોકો જેવા આ ભાવો તે સાત એકંદર સમાજમાં ભેદભાવની અગર તો ગૌણ સ્થિતિમાં મૂકતા હોય છે. બીજી બાજુ, આર્થિક આયોજન વગેરેમાં જે તે સમાજમાં વાચાળ અગ્રવર્ગને પ્રધાનતા મળતી હોઈ બાકીનાઓ વિકાસની પ્રક્રિયામાંથી બાકાત થઈ જતા હોય છે. આ નીતિઓને પરિણામે મધ્યમવર્ગ તો વિસ્તરે છે, પણ આમજનતામાં વંચિતોનું યે પ્રમાણ વધે છે. દાખલા તરીકે, મોંઘીદાટ સ્વનિર્ભર કૉલેજો આમ વિદ્યાર્થીને માટે ઊંચું ભણતર અશક્યવત્ બનાવી દે છે તે આ દિવસોનો આપણો અનુભવ છે.
જ્યાં માનવ અધિકારોનું ટાંચું પડતું હોય એવું ત્રીજું મહત્ત્વનું ક્ષેત્ર સામાજિક સ્તરે ઊંચનીચના ખ્યાલનું છે. એમાં પણ આપણે ત્યાં જન્મગત ઊંચનીચના તથા અસ્પૃશ્યતાના ખ્યાલોએ સુધારાની ચળવળ અને બંધારણીય રાહે અસ્પૃશ્યતા નાબૂદી છતાં ઊંડી જડ ઘાલેલી છે. આજે પણ માથે મેલું ઉપાડવાની પ્રથા ચાલુ રહી શકે છે અને એકંદર સમાજનું રૂવાડું ફરકતું નથી તથા અદાલતી તાકીદો છતાં સરકારી સક્રિયતા ખાસ વરતાતી નથી એ સૂચવે છે કે આપણે ત્યાં સંવેદનશૂન્ય ભેદભાવ કેટલો ઊંડે ગયેલો છે.
દેશમાં સૌ મનુષ્ય તરીકે પૂરા કદનું જીવન જીવી શકે અને ગૌરવ અનુભવી શકે એ માટે ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં આપણે સરકાર અને સમાજ (ખાસ તો રાજકીય અગ્રવર્ગ)ની સતત ઊલટ તપાસ માનવ અધિકારોના માપદંડથી કરતા રહેવાની જરૂર છે. આ ત્રણ ક્ષેત્રો ફરીથી શાસ્ત્રીય પરિભાષાની રીતે મૂકી આપીએ તો આ પ્રમાણે છે (૧) પુરુષપ્રધાન સમાજ-પેટ્રિયાકી (૨) ઊંચનીચના ભેદ-હાઈરાર્કી (૩) બાદબાકી બાકાતીકરણ, અલગતાલક્ષી વ્યવહાર એકલુઝન.જ્યાં સુધી આ ત્રણે મોરચે સમજ, સભાનતા અને સક્રિયતા નહીં કેળવાય ત્યાં સુધી આપણું પ્રજાસત્તાક સ્વરાજ એટલે અંશે ઊણું ને અધૂરું લેખાશે અત્યારે માનવ અધિકારો નું રક્ષણ ક્યાં ક્ષેત્રે થાય છે ખરું ટીવી ડિબેટ માં જોર જોર થી તર્ક કરી માનવ અધિકાર ને બદલે સરકારી સિદ્ધિ ઓ ગાય વગાડી દેતા પ્રવક્તા ઓ બોગસ ડોક્ટરો કેમ્પ ના નામે આર્થિક સંપત્તિ ઓનું સર્જન કરતી ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજના ઓનું ગેર ઉપીયોગ નસબંધી કાંડ ગેમજીન તક્ષશિલા હરણી બોટ કાંડ અનેક લઠાકાંડ રખડતા ઢોર થી વધતા જતા માર્ગ અકસ્માતો બનાવતી સ્કૂલ કોલેજ નકલી ઇડી પાણી પુરવઠા કચેરી કૌભાંડો ની ભરમાર વચ્ચે માનવ અધિકાર ની વાત કે રક્ષા ક્યાં ? સતધારી પક્ષ ના પદા અધિકારી સંગઠન માં હોય એટલે ગમે તેવું ખોટું કરવાનો પીળો પરવાનો મળી ગયો સમજો મોટા ભાગે શાસક પક્ષ દ્વારા જ માનવ અધિકારો નું હનન મધ્યપ્રદેશ માં શ્રમિક ના મો ઉપર પેશાબ કાંડ કુસ્તી ખેલાડી ઓનું અને ખેડૂત આંદોલન ક્યાં કોને ન્યાય મળ્યો ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.