રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે બાળકોના જમ્પિંગ ટ્રેમ્પોલીનમાં બ્લાસ્ટની ઘટનામાં આકરી કાર્યવાહી - At This Time

રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે બાળકોના જમ્પિંગ ટ્રેમ્પોલીનમાં બ્લાસ્ટની ઘટનામાં આકરી કાર્યવાહી


શહેરમાં થોડાં સમય પહેલાં જ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડનો બનાવ બનતાં નિર્દોષ 27 લોકોના જીવ ગયા હતા. જે ઘટના શહેરીજનોને હજી તાજી જ છે તો બીજી બાજુ ગેમઝોનને તાળા મારી દેવામાં આવ્યા હતા, ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએ ખૂલ્લા મેદાનમા ચાલતી રાઇડસ માટે મોટાભાગે વીજ પોલમાંથી ડાયરેક્ટ વીજળી લેવામાં આવતી હોય છે, પરંતુ તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે તેવા જે બનાવતા શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે 10 જેટલા હિંચકા અને જમ્પિંગ ટ્રેમ્પોલીન લગાવતા વેપારીએ નાના ભૂલકાઓને રમવા માટેના જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલું કરવા માટે ધંધાર્થીએ વીજપોલમાં ડાયરેક્ટ છેડા આપતાં બ્લાસ્ટ થયો હતો. જોકે, સદનસીબે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી અને પોલીસે દોડી જઈ વેપારી સામે ગુનો દાખલ કર્યો હતો તો PGVCL પણ મોડે મોડેથી જાગ્યું હતું અને વેપારીને રૂપિયા 1,30,275નો દંડ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.