રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-ઉધરસનાં 1058 અને તાવનાં 850 સહિત કુલ 2072 દર્દીઓ નોંધાયા, ડેન્ગ્યુનાં માત્ર 6 કેસ નોંધાતા રાહત - At This Time

રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-ઉધરસનાં 1058 અને તાવનાં 850 સહિત કુલ 2072 દર્દીઓ નોંધાયા, ડેન્ગ્યુનાં માત્ર 6 કેસ નોંધાતા રાહત


રાજકોટમાં શિયાળાની ઠંડીમાં વધારો થતાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ કાબૂમાં આવ્યો તો હવે શરદી ઉધરસનાં કેસોમાં વધારો થયો છે. જેમાં ચાલુ સપ્તાહે શરદી-ઉધરસનાં 1058 અને તાવનાં 850 સહિત જુદા-જુદા રોગના મળી કુલ 2072 દર્દીઓ નોંધાયા છે. જોકે, ડેન્ગ્યુનાં માત્ર 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. છતાં હાલ શહેરમાં ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. જોકે, ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 5 ગણો એટલે કે 10,000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.