રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ, યુવરાજસિંહ, ઘનશ્યામસિંહ, વિજયભાઇ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર મોરબી રોડ જકાત નાકા પાસે જય જવાન જય કિશાન સોસાયટી શેરીનં.૩માં આવેલ મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ભાવેશ મગનભાઇ મકવાણા ઉ.૨૯ રહે.જય જવાન જય કિશાન સોસાયટી શેરીનં.૩ જકાત નાકા પાસે રાજકોટ. બોટલ નંગ-૧૨૦ કિ.રૂા.૬૭,૩૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.