**સિંગવડ મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ સેન્ટરબંધ હોવાથી પ્રજાને હાલાકી /કોંગ્રેસ આગેવાનો દ્વારા મામલતદારશ્રીને રજુઆત સહિત ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી**
**સિંગવડ મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ સેન્ટરબંધ હોવાથી પ્રજાને હાલાકી /કોંગ્રેસ આગેવાનો દ્વારા ત્વરિત નિરાકરણ લાવવા મામલતદારશ્રીને માંગ સહિત ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી**
સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતી કાર્યકારી પ્રમુખ રમસુભાઇ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ મામલતદાર કચેરી ખાતે ચાલતી આધારકાર્ડની કીટ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં જણાતા સિંગવડ તાલુકા મામલતદારશ્રીને ત્વરિત ધોરણે ચાલુ કરાવવા રજુઆત કરાઈ
યુવા નેતા જયેશ સંગાડાના જણાવ્યાં અનુસાર,સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે એકજ કીટ ચાલતી હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાથી તાલુકામાં ખુબ મોટી લાઈનો પડતી હોવાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સિંગવડ તાલુકો દાહોદ જિલ્લાના રાજકારણનું એપી સેન્ટર છે, સાંસદ , ધારાસભ્ય, પુર્વ મંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી છે છતાં જનતાના પ્રાણ પ્રશ્નો ના નિરાકરણ માં આ ચૂંટાયેલા નેતાઓને રસ નથી.
આવનાર પાંચ દિવસમાં મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ કીટ ચાલુ નહિ થાય તો પ્રજા ના હિતકારી માટે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતી છઠ્ઠા દિવસથી મામલતદાર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે......
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.