મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળામાં દારૂડિયા તત્વોના ત્રાસને લઈ આચાર્યએ જરૂરી કાર્યવાહી કરવા પોલિસને જાણ કરી - At This Time

મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળામાં દારૂડિયા તત્વોના ત્રાસને લઈ આચાર્યએ જરૂરી કાર્યવાહી કરવા પોલિસને જાણ કરી


સુઈગામના મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળાના આચાર્યએ સુઈગામ પોલીસ સબ ઇન્સપેક્ટરને લેખિતમાં જાણ કરી હતી કે શાળા સમય બાદ દારૂડિયા/અસામાજિક તત્વો શાળામાં બેઠક કરી જ્યાં ત્યાં દીવાલો પર ગુટખા/મસાલા ની પિચકારીઓ મારી શાળામાં ગંદકી કરી જતા હોય છે,અને કેટલીક વાર શાળામાં થી દારૂની બોટલો પણ મળી આવતી હોય છે,તેમજ શાળાના પંખાઓ પણ વાળી દેતા હોય છે, તેવી લેખિત માં જાણ કરી હતી, જો કે થોડા દિવસો અગાઉ મોરવાડા મેઘાણીવાસ પ્રાથમિક શાળાના આચાર્ય એ પણ લેખિતમાં અરજી આપી હતી કે તેમની શાળામાં થી પાણીની ટાંકી, તેમજ સ્ટીલ પાઈપોની ચોરી થઈ છે,અને શાળામાંથી દારૂની અને બિયરની ખાલી બોટલો મળી આવતી હોય છે, ત્યારે આવા દારૂડિયા તેમજ અસામાજીક તત્ત્વોને પોલીસ પાઠ ભણાવે તેવી લોકમાંગ ઉઠી છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image