ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ અવસરે સુગમ સંગીતના સૂરો રેલાયા* - At This Time

ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ અવસરે સુગમ સંગીતના સૂરો રેલાયા*


*ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ અવસરે સુગમ સંગીતના સૂરો રેલાયા*
--------------
*કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સહિત અધિકારીઓએ આ પ્રસ્તૂતિ માણી*
--------------
ગીર સોમનાથ, તા.૦૭: જિલ્લાકક્ષાની ચિંતન શિબિર પૂર્ણાહૂતિની સાંજે સુગમ સંગીતના સૂરો રેલાયા હતાં. કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ સ્થાનિક કલાકારો અને કર્મચારીઓ દ્વારા સૂરીલુ સંગીત પીરસવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત અધિકારીઓએ હળવા વાતાવરણમાં માણ્યું હતું.

પંકજ ચૌહાણ, કિશન જેઠવા, ડાયાભાઈ જાદવ, સંજય રાવ દ્વારા પ્રસ્તુતિને સંજયભાઈ દેવળિયાની સંગતે જોમ પૂરું પાડ્યું હતું.

કલેક્ટરશ્રીએ કલાકારોનું ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કર્યું હતું. સૌ અધિકારીઓની સામૂહિક તસવીર સાથે દ્વિ દિવસીય ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ થઈ હતી.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જૈમિની ગઢવી, પ્રાંત અધિકારી સર્વ શ્રી વિનોદ જોશી, ચિરાગ હિરવાણીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

00 000 000 00


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.