ધંધુકા હોમગાર્ડ યુનિટ ખાતે બાબાસાહેબ નિર્વાણ દિવસની ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકા હોમગાર્ડ યુનિટ ખાતે બાબાસાહેબ નિર્વાણ દિવસની ઉજવણી કરાઈ.


ધંધુકા હોમગાર્ડ યુનિટ ખાતે બાબાસાહેબ નિર્વાણ દિવસની ઉજવણી કરાઈ.

લાઇઝન ઓફિસર સહીતના હોમગાર્ડ જવાનો હાજર રહ્યા.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર હોમગાર્ડ યુનિટ ખાતે આજ રોજ બાબાસાહેબ નિર્વાણ દિવસને સાથે હોમગાર્ડઝ દિવસની પણ ઉજવણી કરવામાં આવી. જેમાં કાર્યક્રમમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આવનાર તમામ મહાનુભાવો, મહેમાનોનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા બાબા સાહેબના નિર્વાણ દિન નિમિતે પ્રસંગોચિત્ત ઉદબોધન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું આયોજન હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર પંચાલ સાહેબ,અમદાવાદ ગ્રામ્યના હોમગાર્ડ લાઇઝન અધિકારી આઈ પી ડાભી, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ડી જી પાઠક, નિવૃત બેન્ક મેનેજર, નિવૃત અન્ય સરકારી અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ, આગેવાનો તથા સમસ્ત હોમગાર્ડ યુનિટના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.