શ્રી નવજોત લિંબચ સમાજ યુવક મંડળ મોડાસીયા જથ દ્રારા આયોજિત ૧૮માં સમૂહ લગ્નોત્સવ વડાગામ મધ્યે સંપન્ન - At This Time

શ્રી નવજોત લિંબચ સમાજ યુવક મંડળ મોડાસીયા જથ દ્રારા આયોજિત ૧૮માં સમૂહ લગ્નોત્સવ વડાગામ મધ્યે સંપન્ન


વડાગામ મધ્યે સમુહ લગ્નોત્સવ ના પ્રમુખશ્રી પદે શ્રીવિજયભાઇ મનુભાઈ વાળંદ (ધનસુરા) લિંબચ મંડપ ડેકોરેશન રહ્યો હતા. આ સમુહ લગ્નોત્સવ આયોજિત માં 7 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતી ઓને હાર્દિક શુભકામનાઓ સાથે સહ આશિર્વાદ શ્રી પરમપૂજય મહામંડલેશ્વર પુરણ શરણ દાસજી (ગઢી માતાજી મંદિર) તથા દેવરાજ મંદિરના ગાદીપતી પરમ પૂજ્ય ધનગીરીબાપુ મહંતશ્રી (બાજકોટ) એ દાંપત્યજીવન સુખમય,સફળ, આનંદમય અને ઉત્સાહમય જીવન રહે તે માટે આશીર્વચન આપ્યા હતા. તેમજ સમાજના અગ્રણીશ્રી,વડીલશ્રી બંધુઓ તથા મહાનુભાવો તરફ થી શુભકામનાઓ આપી હતી.. કુળદેવી શ્રી લિંબચ માંના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સંગીત સાથે રાસ ગરબા રમીને આનંદ માણ્યો હતો.અને અમિતાબ બચન ની ડુપ્લીકેટ પણ અમિતાબ જુના ગીતોના સથવારે ડાન્સ સાથે સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.
આયોજનમાં વિવિધ મંડળ તથા યુવાવર્ગ મિત્રોના સાથ સહકાર સહયોગથી રેશનકાર્ડ ekyc ની કામગીરી તથા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા હતા. અને સમાજ નાં દરેક નાના મોટા વ્યક્તિની ભાગીદારીથી આ ekyc અને આરોગ્ય કેમ્પ સફળ થયો હતો. સમુહ લગ્નોત્સવ પ્રસંગનેં સફળ બનાવ્યો બદલ સર્વે જ્ઞાતિજનો નવ જયોત લિંબચ સમાજ યુવક મંડળના મોડાસીયા જથ પ્રમુખશ્રી રમણભાઈ વાળંદ (લાલીના મઠ)
ઉપપ્રમુખશ્રી જયેશભાઈ શર્મા (વડાગામ) અને હરેશભાઈ શર્મા (બાયલ ઢાંખરોલ) મંત્રીશ્રી નીલેશભાઈ વાળંદ (વણિયાદ) સહમંત્રીશ્રી પરેશભાઇ વાળંદ (ભેરુંડા) તથા ભાવેશભાઇ વાળંદ (બોરડી) ખજાનચીશ્રી જસવંતભાઈ વાળંદ (મેઢાસન) તથા સમગ્ર કમિટી સભ્યશ્રીઓએ તમામ લિંબચપુત્રો નો સમુહલગ્ન સફળ બનાવવામાં માટે સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.