રાજકોટ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે “સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ કાર્યક્રમ યોજાયો.
રાજકોટ શહેર તા.૭/૧૨/૨૦૨૪ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા.૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, રાજકોટના માર્ગદર્શન હેઠળ "સંકલ્પ" હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાના સ્ટાફ દ્વારા તા.૬ ડિસેમ્બરના રોજ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજકોટ ખાતે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને "સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ" અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં ૯૨ થી વધુ વિદ્યાર્થિનીઓને સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ વિશે વિસ્તૃત જાણકારી આપી, સુરક્ષા માટેના પગલાંઓ અને જો કોઈ અસુરક્ષિત સ્પર્શની ઘટના બને તો વાલીઓ તેમજ શિક્ષકોને જણાવવા સમજૂત કરવામાં આવી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.